ખેડબ્રહ્મા : એક તરફ જીલ્લા સહીત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે તેને નાથવા માટે રાજ્ય સરકાર સહીત સ્થાનિક પ્રશાસન યથાર્થ પ્રયત્નો કરી રહ્યું છે.જેમાં સ્થાનિક વેપારીઓ પણ સહયોગી બન્યા છે.જેમાં જીલ્લાના મોટા ભાગના શહેરો સજ્જડ બંધ તો કેટલાક શહેરો બપોર બાદ સ્વયંભુ બંધ જોવા મળી રહ્યા છે.તેવી જ રીતે જીલ્લાનું ખેડબ્રહ્મા શહેર પણ આજથી સાત દિવસ માટે બપોર બાદ બંધ રહેશે ગઈ કાલે પાલિકા સ્થાનિક અગ્રણીઓ અને વેપારી મંડળની બેઠક મળી હતી જેમાં બપોર બાદ સાત દિવસ માટે બજાર બંધ રાખવાનો ર્નિણય કરાયો હતો.જેને પગલે આજે વેપારીઓએ બપોર બાદ બંધ પાળ્યો હતો. વધત્તા સંક્રમણને નાથવા માટે વેપારીઓએ બપોર બાદ ખેડબ્રહ્મા શહેરને સાત દિવસ માટે સ્વયંભુ બંધ રાખવાના ર્નિણય બાદ આજથી બંધ પાળ્યો છે જેમાં બજારના તમામ વેપારીઓએ પોતાનો વેપાર રોજગાર ધંધો બપોરના ત્રણ વાગ્યા બાદ સ્વયંભુ બંધ રાખી શહેર તથા આજુબાજુના પંથકના ખરીદી અર્થે આવતા ગ્રાહકો અને વેપારીઓને સંક્રમણ ન થાય એની સાવચેતી ના ભાગરૂપે સ્વયંભુ બજાર બંધ રાખ્યા હતા.ધમધમતું ખેડબ્રહ્મા બપોર બાદ સજ્જડ બંધ જોવા મળ્યું હતું  

એક તરફ રાજ્ય સરકાર મોટા શહેરોમાં કર્ફ્‌યું લાદી બંધ રખાવી રહી છે તો બીજી તરફ જીલ્લાના મોટાભાગના વેપારીઓ શહેરને સ્વયંભુ રીતે સજ્જડ બંધ રાખી કોરોનાના સંક્રમણની ચેનને તોડવામાં સરકાર અને પ્રશાસનની સાથે ખભે થી ખભો મિલાવી વધતા સંક્રમણને અટકાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.