વડોદરા

વડોદરા શહેરના કમાટીબાગ ખાતે આજથી ૪૭ વર્ષ અગાઉ બનાવવામાં આવેલ બાળ સ્નાનાઘરની તંત્ર દ્વારા ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે,જેને કારણે પૂજ્ય મોટાના હરિઓમ આશ્રમ યોજીત અને નધણિયાતું બનેલ આ બાળ સ્નાનાઘર પાણીના બદલે વર્ષો વર્ષથી ઝાડી ઝાખરાઓથી ઉભરાઈ રહ્યું છે.તેમ છતાં ન તો આ સ્નાનાઘરને બાળકોને માટે ચાલુ કરવામાં આવે છે.સ્વચ્છતા અભિયાનમાં વિપક્ષના આક્ષેપ મુજબ પૂર્વ ગોઠવણ કરીને પ્રથમ એવોર્ડ મેળવનાર વડોદરા પાલિકાના નઠોર તંત્ર દ્વારા એની સાફ સફાઈ કરવામાં આવે છે. જેને લઈને આ અત્યંત ઉમદા આદર્શની સાથે કમાટીબાગમાં મુલાકાતે આવનાર બાળકો સર્વાંગી આનંદ પ્રમોદ મેળવી શકે એવા આશય સાથે શરુ કરાયેલ આ બાળ સ્નાનાઘરમાં બાળકોના સર્વાંગી આનંદ પ્રમોદના સાધનોનું તંત્રના પાપે બાળમરણ થયાના આક્ષેપો થઇ રહયા છે.જેને લઈને આક્રોશ ફેલાઈ રહ્યો છે. ત્યારે પૂજ્ય મોટાએ તમામ વ્યાયામોમાં તરણનો વ્યાયામ શ્રેષ્ઠ છે. એવા ઉદ્દેશની સાથે જયારે આ બાળ સ્નાનાઘર કમાટીબાગમાં બનાવ્યું ત્યારે ૧૧ નવેમ્બર ૧૯૭૪માં હરિઓમ આશ્રમ યોજીત અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન રચિત મગનભાઈ અંબાલાલ પટેલ બાળ સ્નાનાઘર શહેરીજનોને અર્પણ કરાયું હતું.એ સમયે એડમિનિસ્ટ્રેટર તરીકે ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી એચ.કે.ખાન હતા. જયારે કમિશનર તરીકે કે.સી.મહાપાત્ર હતા. પ્રારંભમાં આ બાળ સ્નાનાઘરની ખુબજ કાળજી લેવામાં આવતી હતી.એમ તાજેતરમાં નિવૃત થયેલા અને એનો પ્રારંભમાં લાભ લેનાર શહેરીજનોએ જણાવ્યું હતું.