વડોદરા 

ગુરુવારે અહીંના મોતીબાગ સ્ટેડિયમ ખાતે રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટની એલિટ ગ્રુપ-સી મેચમાં હિમાચલ પ્રદેશએ ગુજરાતને 26 રને હરાવ્યું હતુ. ત્રણ મેચોમાં હિમાચલ પ્રદેશની આ બીજી જીત છે અને ટીમ આઠ પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. જરાતે ત્રણ મેચમાં તેનો પ્રથમ પરાજયનો સામનો કરવો પડ્યો છે અને ટીમ આઠ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. 

હિમાચલપ્રદેશે પ્રથમ બેટિંગ કરતા પાંચ વિકેટે 141 રન બનાવ્યા હતા. ટીમ તરફથી કેપ્ટન ઋષિ ધવને 43, ચોપરાએ 35 અને દિગ્વિજયે અણનમ 35 રન બનાવ્યા હતા.

ગુજરાત તરફથી રૂશ કાલરિયા, ચિંતન રાજા, નાગવાસવાલા અને કેપ્ટન અક્ષર પટેલે એક-એક વિકેટ ઝડપી હતી. ગુજરાત 142 રનના લક્ષ્યાંક આગળ 19.4 ઓવરમાં 115 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ટીમમાં પિયુષ ચાવલાએ 39 રન બનાવ્યા હતા. તેમના સિવાય ચિરાગ ગાંધીએ 20 રન બનાવ્યા હતા. હિમાચલ પ્રદેશ તરફથી વૈભવ અરોરાએ ત્રણ અને કેપ્ટન ઋષિ ધવન અને પંકજ જયસ્વાલને બે-બે જ્યારે મયંક ડાગરને એક વિકેટ મળી હતી.