ન્યૂ દિલ્હી, તા.૪

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સે એક નવુ સૂચન કર્યું છે. તેણે જણાવ્યું હતું કે ટી૨૦ વર્લ્ડ કપના આયોજન સામે જોખમ રહેલું છે. કોરોના વાયરસને પગલે સમગ્ર વિશ્વ પરેશાન છે. ઓસ્ટ્રેલિયામાં આ સંજોગોમાં ટી૨૦ વર્લ્ડ કપ યોજવો મુશ્કેલ છે. આ અંગે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે પણ આઇસીસીને લખી દીધું છે કે આ વર્લ્ડ કપ એક વર્ષ માટે મુલતવી રાખી દેવામાં આવે.

ન્યૂઝીલેન્ડમાં યોજી શકે વર્લ્ડકપ આ દરમિયાન ડીન જોન્સે આઇસીસીને સૂચન કર્યું છે કે તેઓ આ વર્ષનો ટી૨૦ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાને બદલે પડોશી દેશ ન્યૂઝીલેન્ડમાં યોજી શકે છે. ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસ અંકુશમાં છે અને ન્યૂઝીલેન્ડે કોરોના સામે લડવામાં ઘણું સાહસ દાખવ્યું છે. કોરોનાને કારણે ન્યૂઝીલેન્ડમાં અત્યાર સુધીમાં ૧૧૫૪ કેસ આવ્યા હતા જેમાંથી ૧૧૩૧ દર્દીઓ સાજા થઈ ગયા છે જ્યારે અત્યાર સુધીમા કુલ ૨૨ મોત થયા છે.પ્રવર્તમાન સંજોગોમાં ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો માત્ર એક જ સક્રિય કેસ છે.જડીન જોન્સે ટિ્‌વટર પર લખ્યુ છે કે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા એર્ડને દાવો કર્યો છે કે આગામી એક સપ્તાહમાં ન્યૂઝીલેન્ડ લેવલ-૧ પર પહોંચી જશે. ત્યાં સોશિયલ ડિસ્ટન્સ અને લોકોની ભીડ પર લાગેલો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. આમ ત્યાં ટી૨૦ વર્લ્ડ કપ શક્ય છે.ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડકપ યોજાય એવી કોઈ શક્યતા નહી જોન્સે કહ્યું હતું કે વર્તમાન સંજોગોમાં ઓસ્ટ્રેલિયામાં ૧૬ ટીમોના ખેલાડીઓ અને તેના સ્ટાફને સુરક્ષિત માહોલમાં રોકાણ આપવું શક્ય નથી. ઓસ્ટ્રેલિયાના નિયમો અત્યંત કડક છે અને આ હાલતમાં વર્લ્ડ કપની યજમાની કરીને ખાસ પૈસા પણ મળવાના નથી. આ સંજોગોમાં ટી૨૦ વર્લ્ડ કપ કમસે કમ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાય તેવી કોઈ શક્યતા નથી.