દિલ્હી-

કેન્દ્ર સરકારે કોરોના ચેપ અને તબીલીગી જમાત વચ્ચેના સંબંધ અંગે આજે રાજ્યસભામાં જવાબ આપ્યો હતો. એક સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે માસ્ક, સેનીટાઇઝર કે બીજી કોઇ અગમચેતી વિના એક સ્થળે તબલીગી જમાતની ભીડ લાંબા સમય સુધી રહી હતી એટલે કોરોનાનું સંક્રમણ વધી ગયું હતું. આ સંદર્ભમાં પોલીસે તબલીગી જમાતના 223 જણની ધરપકડ કરી હતી,. જમાતના વડા મનાતા મૌલાના સાદની તપાસ હજુ ચાલુ હતી.

અત્રે એ યાદ કરવા જેવું છે કે આ વર્ષના માર્ચની આખરે નિઝામુદ્દીન મરકજમાં હજારો દેશી વિદેશી તબલીગીઓ એકઠા થયા હતા. આ લોકોએ માસ્ક કે સેનીટાઇઝર યા અન્ય કોઇ અગમચેતીનું પાલન કર્યું નહોતુંય અહીંથી નીકળીને ઘણા તબલીગીઓ દેશના વિવિધ સ્થળે પ્રસરી ગયા હતા અને તેમને કારણે કોરોનાનું સંક્રમણ વધી ગયું હતું. મૌલાના સાદ તબલીગી જમાતના નેતા હોવાનું કહેવાય છે.

મુસ્લિમ વિદ્વાન અને સંશોધક અતીક ઉર રહેમાનના કહેવા મુજબ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તબલીગ સમાજની સ્થાપના થઇ હતી. આ લોકો સુન્ની મુસ્લિમ હોય છે અને ઇસ્લામનો પ્રચાર કરે છે. દુનિયાભરમાં આ સમાજના 150 મિલિયન સભ્યો હોવાનો જમાતનો દાવો છે. જાે કે આ જમાતમાં સભ્યો કાયમી હોતા નથી અને સભ્યપદનું કોઇ રજિસ્ટર હોતું નથી. આ લોકો જુદા જુદા શહેરોમાં જઇને મરકજ મસ્જિદમાં સ્થાનિક લોકોને એકઠા કરીને ઇસ્લામના પ્રચારની વાતો કરતા હોય છે. અગ્નિ (સાઉથ ઇસ્ટ ) એશિયામાં આ જમાતના સૌથી વધુ કેન્દ્રો અને અનુયાયીઓ છે. તબલીગી જમાનત ઇસ્લામના પાયાના વિચારોમાં માને છે. આધુનિક વિજ્ઞાનને આ લોકો માન્ય રાખતા નથી એટલે વધુ શિક્ષિત મુસ્લિમોને અને વિદ્વાનોને આ જમાત સાથે બહુ જામતું નથી.

મૌલાના સાદ તબલીગી જમાત સાથે બહુ ઊંડે સુધી સંકળાયેલા છે. એમના પરદાદા મૌલાના ઇલિયાસ કાંધલવીએ આ જમાતની સ્થાપના 1927માં કરી હોવાનું કહેવાય છે.