વાઘોડિયા, તા.૨૧

વાઘોડિયા તાલુકા પંચાયત તલાટી મંડળના પ્રમુખ રહી ચુકેલા સુનિલ પટેલ તલાટી કમ મંત્રી ૭૦ હજારની લાંચ લેતા છઝ્રમ્એ ઝડપી પાડ્યો છે. સુનિલ જેઠાભાઈ પટેલ વર્ગ-૩ ના જરોદ ગ્રામ પંચાયત, તા.વાઘોડિયામા તલાટી તરીકે ફરજ બજાવતા હતા. તે દરમ્યાન હાલોલ- વડોદરા રોડ પર હાઈવેની બાજુમા આવેલ ભાવપુરા ગામમાં સ્ક્રેપની દુકાન ધરાવતા ફરીયાદીએ જરોદ ગામે આવેલ સર્વે. નં૧૮૧૬ વાળી જમીન રૂપીયા ૧૫ લાખમા બાનાખતથી ખરીદી હતી.જે જમીન વેચનારના વારસદારોમાંથી એક વારસદારનું મરણ થતા ગામના નમુના ૭/૧૨માંથી નામ કમી કરી, પાકી નોંઘ પડાવવા માટે તલાટી સુનિલ પટેલે એક લાખની માંગણી કરી હતી. જે મુજબ જેતે સમયે સુનીલને ૩૦ હજાર પહેલા આપ્યા હતા, બાકીની રકમ બાકી રહેતા સુનીલ ફરીયાદી પાસે વારંવાર માંગણી કરતો હતો.જેથી ફરીયાદીએ આ રકમ નહિ આપવાનો અને ફોન કરી વારંવાર હેરાન કરનાર તલાટીને પાઠ ભણાવવાનુ નક્કી કરી એસીબી ટોલ ફ્રી નં.૧૦૬૪ ઊપર સંપર્ક કરી તમામ માહિતી આપી હતી. જે બાદ શુક્રવારના રોજ એસીબીએ છટકુ ગોઠવી ફરીયાદીની ફરીયાદના આધારે સ્ક્રેપ ઓફિસમાં ટ્રેપ ગોઠવી હતી. જેમાં ફરીયાદી પાસે ઓછુવત્તું કરતા રકઝકના અંતે એક લાખની બદલે બાકીના ૭૦ હજારની માંગણી કરી સ્વીકારતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયો હતો.પોતાના રાજ્ય સેવકના હોદ્દાનો વારંવાર દુર ઊપયોગ બાદ પણ સુનીલ પટેલ તલાટી પર કોઈ જ શિક્ષાત્મક પગલા નહિ લેવાતા તેની હિંમત વઘી ગઇ હતી. ગોરજ ગ્રામ પંચાયતમા પણ અનેક કૌભાંડ કરી ચુકેલા તલાટી પર હજુ સુઘી તપાસ સમિતી રચાઈ નથી.જરોદ ગ્રામ પંચાયતમા દલિત સમાજના સ્મશાનની ભૂમિમાં બિન અઘિકૃત બાંઘકામ કરી શોપીંગ સેન્ટર્સ વેચવાનો માસ્ટર માઈન્ડ હોવા છતા હજુ સુઘી તેના પર શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા નથી, અને ઊપરથી તેની નોકરી પર પણ જાેખમ ઊભું થયું નથી. જેથી આ તલાટીની હિંમત વઘતા તેના માનીતા ભ્રષ્ટાચારી અઘિકારી મહેરબાન હોય તેનો વાળ વાંકો થતો ન હતો. ડે.ટીડીઓ કટારીઆ અને કોન્ટ્રાક્ટરની ઓડીયો ક્લીપમા સુનીલ તલાટીનું નામ હોવા છતા આજ દિન સુઘી કોઈજ કાર્યવાહી કરાઈ નથી. હવે તેના દ્વારા તલાટી મંડળના પ્રમુખની આડમાં અત્યાર સુધી આચરવામાં આવેલા કૌભાંડો અને ગેરરીતિઓની તપાસ કરવામાં આવે તેવી ચર્ચા શરૂ થઇ છે.