મુંબઈ-

કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ KGF 2ને લઈને ફૅન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે, આ વાતનો અંદાજો એનાથી જ લગાવી લો કે ફિલ્મના ફૅન્સ રિલીઝના દિવસે નેશનલ હૉલીડેની માંગ કરી રહ્યા છે. હાં આ સાચી વાત છે. સોશિયલ મીડિયા પર એક પત્ર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી માંગ કરી રહ્યા છે કે 'KGF 2'ની રિલીઝ ડેટ પર તેઓ સત્તાવાર રજાની જાહેરાત કરે. ફિલ્મ 16 જૂલાઈ 2021ના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે.


આ દરમિયાન યશના ફૅન્સે પીએમ મોદીના નામ પર એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે વિનંતી કરી છે કે ફિલ્મના રિલીઝના દિવસે પીએમ નેશનલ હૉલીડેની ઘોષણા કરે. પત્રમાં લખ્યું છે, 'આપણે બધા જાણીએ છીએ કે યશ સ્ટારર 'કેજીએફ ચેપ્ટર 2' 16/7/2021 શુક્રવારે રિલીઝ થઈ રહી છે. મોટાભાગના લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એટલે અમે તમને આ દિવસે (16/07/2021) નેશનલ હૉલીડે ઘોષિત કરવાની વિનંતી કરી રહ્યા છીએ. કૃપા કરીને અમારી લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો. આ ફક્ત એક ફિલ્મ નથી આ અમારી ભાવના છે. આભાર... રૉકિંગ સ્ટાર યશ બૉસ કા ફૅન.'