ચેન્નેઇ-

આવકવેરા વિભાગએ તમિલનાડુમાં એક વ્યવસાય જૂથ સાથે સંકળાયેલ 15 સ્થળોએ એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી જૂથના પરિસરમાં ઇરોડ અને ચેન્નાઈ ખાતે કરવામાં આવી હતી. દરોડાની કાર્યવાહી દરમિયાન આવકવેરા વિભાગને 21 કરોડની બેનામી રોકડ મળી હતી, જે જપ્ત કરી લેવામાં આવી છે. નાણાં મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી. મંત્રાલય અનુસાર, આ જૂથ સરકારી કામ માટે જાણીતું સિવિલ કોન્ટ્રાક્ટર છે.

આ જૂથને દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાના મોજા રોકવા માટે બાંધવામાં આવતી દિવાલોના નિષ્ણાંત માનવામાં આવે છે. આ જૂથ બસ પરિવહન, મેરેજ હોલ અને ફૂડ મસાલાના વ્યવસાયમાં પણ સામેલ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, શોધ દરમિયાન 21 કરોડની બેનામી રોકડ કબજે કરવામાં આવી છે. "જૂથે પ્રાપ્તિ અને અન્ય કરારની કામગીરીમાં ખર્ચમાં વધારો દર્શાવ્યો છે. એવું પણ જાણવા મળ્યું છે કે કંપની અને સબ કોન્ટ્રાક્ટરને આ પ્રકારના વધેલા બીલો ચૂકવ્યા પછી કંપની પાસે રોકડ રકમ પાછી ફરે છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ રીતે, લગભગ 700 કરોડ રૂપિયાની બેનામીની કમાણી મળી આવી છે, જેનો ઉપયોગ સ્થાવર મિલકતમાં રોકાણ કરવા અને વ્યવસાય વધારવા માટે કરવામાં આવતો હતો. મંત્રાલયે કહ્યું કે આમાંથી જૂથે અત્યાર સુધીમાં રૂ .150 કરોડની અપ્રગટ આવકની વાત સ્વીકારી છે. શોધનાં પરિણામ રૂપે, 700 કરોડની બેનામી આવક મળી આવી છે અને 21 કરોડની બેનામી રોકડ કબજે કરવામાં આવી છે.