અમરેલી-

રાજુલામાં કોરોનાના કેસ નો વધે તેની તકેદારીના ભાગરૂપે મામલતદારે સ્ટાફ અને નગરપાલિકા ચીફ ઓફિસર સ્ટાપ પોલીસ સાથે રાખીને શહેરમાં ચેકિંગ કર્યુ હતું.દિવાળીના તહેવારો પુરો થયા બાદ સમાચારો અનુસાર ઘણા શહેરોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે રાજુલા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણ નો ફેલાઈ તે માટે અમરેલી જિલ્લા કલેકટર આયુશ ઓકની સૂચના મુજબ રાજુલા પ્રાન્ત અધિકારીની નિગરાની હેઠળ રાજુલાના મામલતદાર પોતાના સ્ટાપ અને પોલીસ સ્ટાફ સાથે રાખીને શહેરના મેઈન બજારમાં નીકળ્યા હતા અને લોકોને માસ્ક પહેવાર અને એક બીજા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ એક મીટર સુધીનું અંતર રાખવા માટે લોકોને અનુરોધ કર્યો હતો. જે દુકાનોમાં ભીડ જોવા મળી હતી ત્યાંથી ભીડ હટાવી હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી અને માસ્ક વગરના લોકો પર પણ જરૂરી કાર્યવાહી કારવામાં આવી હતી. રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામી અને પાલિકાનો સ્ટાફ પણ મામલતદાર સાથે જોડાયેલા અને ૧૪૦૦૦ રૂપિયા જેટલો દંડ વસુલ કર્યો હતો.

શહેરના વિવિધ વિસ્તારમાં જેમ કે શાકભાજી માર્કેટ તથા અન્ય મેઈન બજારમાં રાજુલા મામલતદાર ગઢિયા દ્વારા પોલીસ સ્ટાફ એમ.એમ.ગોહિલ દ્વાર કોરોનાને ભુલી જતાં બિન્દાસ થયેલા લોકો જેમ તેમ ફરતા માસ્ક વિના ફરતા લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૧૪૦૦૦ દંડ વસુલ કરાયો હતો જયારે રાજુલા પોલીસે કોઈ કસર છોડી ન હતી પીઆઈ આર.એમ.ઝાલા તેમજ સુરેશભાઈ મેર એમ.એસ.ગોહિલ, હોમગાર્ડ જવાનો એમ.કે.જાખરા સહિતે સખત પેટ્રોલિંગ કરી ૩૦૦૦૦ દંડ વસુલ કરેલ.