અંક્લેશ્વર, અંકલેશ્વર હાઈવે ને અડીને સ્ક્રેપ માર્કેટ માં તાલુકા તંત્ર ની ટીમ દ્વારા ગેરકાયદેસર જમીનો અને પ્લોટ પર ભંગારના વેપારીઓ ની ચાલતી પ્રવૃત્તિઓ ની તપાસ તેમજ સ્ક્રેપ માર્કેટ માં આગ ના બનાવ, સ્ક્રેપના લાયસન્સ અને સેફટી અંગેની ખરાઈની કામગીરી શરૂ કરતા સ્ક્રેપ વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ગેરકાયદે જમીનો અને પ્લોટ પર કબજાે જમાવી ભંગાર નો ધંધો કરતા વેપારીઓ ની તપાસ અર્થે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર દ્વારા ભરૂચ જીલ્લા કલેકટર ને પત્ર લખી ને તપાસ અંગેની માંગ કરી હતી જેના આધારે જિલ્લા કલેકટર ના આદેશ ના પગલે અંકલેશ્વર મામલતદાર દ્વારા ગ્રામ્ય અને શહેર ની બે ટીમ ની રચના કરી ગેરકાયદેસર જમીનો અને પ્લોટ પર ચાલતી ભંગારના વેપાર ની પ્રવૃત્તિઓ નો સર્વે નંબર સાથે તપાસ શરુ કરી હતી. અંકલેશ્વર મામલતદારની ટીમ દ્વારા અંકલેશ્વરનાં હાઇવે નજીક આવેલ સ્ક્રેપ માર્કેટમાં દરોડો પાડવામાં આવ્યા હતા. જેમાં આગ લાગવા સહિત ના મુદ્દે વેપારીઓને ત્યાં વિવિધ લાયસન્સ અને સેફટી અંગેની ખરાઈ શરૂ કરાઇ હતી.સ્ક્રેપ માર્કેટ માં કામ કરતા કારીગરો, મજૂરો અને સ્ક્રેપ કબાડી ની લે-વેચ કરનારાઓની આકરી પૂછપરછ હાથ ધરાઇ હતી. અને હાઇવે ના સર્વિસ રોડ સુધી કરેલ દબાણ કરેલ સ્ક્રેપ ના વેપારીઓ ને દબાણ દૂર કરવાની સૂચના અપાઇ હતી. જાે કે આ કામગીરી દરમ્યાન કેટલાક વેપારીઓ એ સર્વિસ રોડ ના ફૂટપાથ ઉપર કરેલ દબાણ ને હટાવી લીધુ હતુ.