લુણાવાડા, સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે ભૂમાફિયા નો કાયદો આવ્યો છે અને એ કાયદાથી દરેક ભૂમાફિયા થર થર કાપે છેત્યારે લુણાવાડાના ભૂમાફિયા ક્યારેય પણ હજુ આ કાયદાથી કોઈ ફરક પડતો લાગતો નથી એવી જ ઘટના લુણાવાડા માં આવેલ મોડાસા રોડ ઉપર ૩૨ જેટલી દુકાનો અને જમીન ના માલિકો જે દુકાનો ના પાછળના ભાગ માં એક કોમન પ્લોટ આવેલો હતો ત્યારે જે તે પ્લોટની ફાળવણી કરતી વખતે ત્યાંના પ્લોટ વાળાઓએ દુકાનનો અને આમંત્રણ નામનું એપાર્ટમેન્ટ બનાવ્યું હતું હવે મુદ્દાની વાત એવી છે કે જ્યારે આમંત્રણ ફ્લેટના રહીશો દ્વારા કોમન પ્લોટ પર કબજાે કરીને તેની ફરતે તારની વાડ કરવામાં આવતા ત્યાં આવેલા ૩૨ જેટલા દુકાનદારો કે તેવો જમીન ના માલિકો દ્વારા પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી.

આ છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારી કોઈ મોટી વ્યક્તિના દબાણ માં કામ કરતા હોય અને વ્હાલા દવલાંની નીતિઓ રાખીને કામ કરતા હોય તેવું જણાય આવેલ હતું કારણ કે જે વ્યક્તિઓએ પ્રાંત અને નગરપાલિકામાં અરજી આપવામાં આવી હતી તે જ લોકો અને નગરપાલિકાના ચીફ ઓફિસર જેસીબી ના માધ્યમથી તારની વાડ તોડવા નીકળેલ જે સી બી એ એક ગરીબ નો ખાડો અને એક નાની ઓરડી તોડી પાડવામાં આવી હતી. નગરપાલિકાના ઓફિસર દ્વારા જે વ્યક્તિઓએ અરજી કરી તેના એવું પણ જણાવેલ હતું કે જાે અમારૂ પણ દબાણ હોય તે પણ દૂર કરી અને જે પાછળ કોમન પ્લોટ ની તારની વાડ પણ હટાવવું જ્યારે નગરપાલિકાના ઓફિસર દ્વારા ૬/૨/ ૨૦૨૧ ના દિવસે જેસીબી લઈને અરજી આપનાર ના બાંધકામ તોડી પાડવામાં આવ્યા અને પરંતુ જે મુખ્ય મુદ્દો હતો કે આ કોમન પ્લોટ ની તાર ની વાડ તોડવી એ મુદ્દા પરથી ધ્યાન બીજે ભડકાવવા માં આવ્યા હતા હવે તો એવું બની રહ્યું છે કે કોમન પ્લોટ ની બાજુમાં આવેલું માલિકીની જમીન વાળા પણ હાલ કોમન પ્લોટ પર કબજાે કરવા નું ચાલુ કર્યું છે.