મુંબઈ-

આ વર્ષ અત્યાર સુધી IPO માટે ખૂબ સારું રહ્યું છે. સતત એક બાદ એક નવા આઇપીઓ માર્કેટમાં આવી રહ્યા છે. હવે ટાટા ગ્રુપની ઓનરશીપવાળી ઇન્ડિયન હોટેલ કંપની(IHCL) પોતાની જીંજર બ્રાન્ડ માટે આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. જે અંતર્ગત કંપની ઓછામાં ઓછા એક ઇન્વેસ્ટરને એક્ઝિટ રૂટ આપવાની તૈયારીમાં છે. Ginger પ્રોપર્ટીઝનું સંચાલન કરનાર રૂટ્સ કોર્પોરેશન લિમિટેડ (RCL)માં IHCLની 67 ટકા ભાગીદારી છે. જીંજર ભારતની સૌથી મોટી હોટેલ બ્રાન્ડમાંથી એક છે. IHCLના એક સીનિયર એક્ઝિક્યૂટિવે જણાવ્યું કે, એક થર્ડ પાર્ટી પ્રાઇવેટ ઇક્વિટી ફંડ ટાટા અપોર્ચ્યુનિટીઝ આરસીએલથી બહાર નીકળી શકે છે. IHCLના એક્ઝિક્યૂટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને સીએફઓ ગિરિધર સંજીવી(Giridhar Sanjeevi)એ થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે Tata Opportunities Fund છેલ્લા 10 વર્ષથી અમારા પાર્ટનર છે. હવે તેમની કંપનીમાંથી બહાર નીકળવાની ટાઇમિંગ પર વાતચીત થઇ રહી છે.