મુંબઇ-

કોરોના સંકટની વચ્ચે, જ્યારે ઘણી કંપનીઓ કર્મચારીઓના પગારમાં ઘટાડો કરી રહી છે, ત્યારે આઇટી દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ રાહત આપી છે. TCSએ દેશભરના કેમ્પસમાંથી 40 હજાર ફ્રેશર્સને નોકરી આપવાનું નક્કી કર્યું છે.ગયા વર્ષે પણ, કંપનીએ લગભગ સમાન સંખ્યામાં ફ્રેશર્સ રાખ્યા હતા. આ વર્ષે, કંપનીની ભરતી એ અર્થમાં મહત્વપૂર્ણ છે કે કોરોના સંકટની વચ્ચે, આર્થિક સંકટનો સામનો કરી રહેલી તમામ કંપનીઓ  કર્મચારીઓને છૂટા કરી રહી છે. પરંતુ  TCSએ તેની કોઈ પણ ભરતીની યોજનામાં કાપ મૂક્યો નથી.

એટલું જ નહીં, ટીસીએસએ આ વર્ષે યુ.એસ.ના કેમ્પસ પ્લેટમેન્ટ્સને બમણા કરવાનો નિર્ણય કર્યો છે. ટીસીએસના સીઇઓ રાજેશ ગોપીનાથને તાજેતરમાં જ કહ્યું હતું કે, "સકારાત્મક માંગના વાતાવરણને ધ્યાનમાં રાખીને, કંપની ધીમે ધીમે લેટરલ હાયરીગં શરૂઆત કરી રહી છે. કોવિડ -19 ની અનિશ્ચિતતાને કારણે, તે બંધ થઈ ગયું હતું, પરંતુ અમે અમારી બધી અગાઉની યોજનાઓનું પાલન કરીશું