નડિયાદ-

ખેડાના નડિયાદમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક ખાનગી સ્કૂલનાં શિક્ષકે ૧૪ વર્ષની વિદ્યાર્થિનીને છોકરાઓનાં બાથરૂમમાં લઈ જઈને તેની સાથે પરાણે શારીરિક સંબંધો બાંધીને દુષ્કર્મ ગુજાર્યો હતો.નડિયાદની પીપલગ ચોકડી પાસે આવેલી યુરો સ્કૂલમાં મનિષ પાઉલભાઈ પરમાર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

આ શિક્ષકની નજર સ્કૂલની જ એક ૧૪ વર્ષની વિદ્યાર્થીની પર બગડી હતી. જાેકે એક દિવસ એકલતાનો લાભ લઈને શિક્ષક વિદ્યાર્થિનીને છોકરાઓના બાથરૂમમાં ખેંચી ગયો હતો પછી તે વિદ્યાર્થીની સાથે બળજબરી શારીરિક સંબંધો બાંધીને દુષ્કર્મ ગુજાર્યો હતો. શિક્ષકનાં આવા કૃત્યથી કિશોરી ડરી ગઈ હતી પણ શિક્ષકની ધમકીના કારણે તેણે કોઈને વાત નહોતી કરી. આ ઘટના ડિસેમ્બર ૨૦૧૯ની છે.

ડરી ગયેલી વિદ્યાર્થીનીએ કોઈને કહ્યું નહોતું. વિદ્યાર્થીની ગૂમસૂમ રહેતી હોવાથી પૂછતાં તેણે પોતાના પર થયેલા અત્યાચારની વિગતો કહેતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ દાખલ કરતાં મંગળવારે નરાધમ શિક્ષક મનિષની ધરપકડ કરવામાં આવી છે અને તેની વધુ પુછપરછ હાથ ધરાઈ છે.