પાવીજેતપુર છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ૧૦૫૦ જેટલા શિક્ષકો તેમજ કર્મચારીઓને ૧૬ જેટલા રસી કેન્દ્રો ઉપર રસી મૂકવામાં આવી હતી. પાવીજેતપુર તાલુકા હેલ્થ ઓફિસર ના જણાવ્યા મુજબ હેલ્થ વિભાગના તમામ કર્મચારીઓનું પહેલા તબક્કામાં કોરોનાની રસી આપવાનું અભિયાન પૂર્ણતાના આરે છે. ત્યારે સરકારની યોજના બીજા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરાનાની રસી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે પાવી જેતપુર તાલુકા ની ૧૭૫ જેટલી પ્રાથમિક શાળાના ૮૦૧ જેટલા શિક્ષકોને ૧૬ જેટલી વિવિધ ગ્રુપ શાળાઓ ઉપર રસીકરણ કેન્દ્ર બનાવી રસી આપવામાં આવી હતી. તેમજ પાવી જેતપુર તાલુકા ની ૧૬ જેટલી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને કર્મચારીઓને પણ જે રસીકરણ સેન્ટર નજીક પડતું હોય ત્યાં રસી મૂકવામાં આવી હતી. પ્રાથમિક વિભાગમાં શિક્ષકોનું રજીસ્ટ્રેશન પાવીજેતપુર હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે માધ્યમિક વિભાગનાં શિક્ષકો, કર્મચારીઓનું રજીસ્ટ્રેશન જીલ્લા કક્ષાએથી કરવામાં આવ્યું હતું. જે આજરોજ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો ઉપર મેસેજ આવતા મહત્તમ શિક્ષકોએ રસી લીધી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ના જણાવ્યા મુજબ ૧૦૫૦ જેટલા પ્રાથમિક, માધ્યમિક, અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો, કર્મચારીઓએ રસી લીધી હતી.