અમદાવાદ

ઇંગ્લેન્ડ સામે રમાનાર વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની શુક્રવારે જાહેરાત કરી દેવામાં આવી છે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને 18 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ઇંગ્લેન્ડ સામે ચોથા ટી-20માં શાનદાર અર્ધશતક ફટકારનાર સુર્યકુમાર યાદવબે વનડે ટીમમાં જગ્યા મળી છે.

તો, સ્પિન ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને યુવા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ વનડે સિરીઝ માટે ઇન્ડિયન સ્ક્વોડમાં જગ્યા મળી છે, વિજય હજારે ટ્રોફીમાં 14 વિકેટ લેનાર કર્ણાટકના પેસર કૃષ્ણાને ભારતીય ટીમમાં ડેબ્યુ કરવાની તક મળી શકે છે. વડોદરાના કપ્તાન કૃણાલે પણ વિજય હજારે ટ્રોફી 2020-21 સીઝનમાં પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા હતા. તેમને 5 મેચોમાં 129.33ની સરેરાશથી 388 રન બનાવ્યા હતા, જેમાં 2 શતક અને 2 અર્ધશતક પણ સામેલ છે.

ટીમ ઈન્ડિયા સ્ક્વોડ- વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, શુભમન ગીલ, શ્રેયસ અય્યર, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋૃષભ પંત (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ક્રૃણાલ પંડ્યા, વોશિંગટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાઝ, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર

ડેબ્યુ ઇનિંગમાં અર્ધશતક ફટકારીને સૌને પ્રભાવીત કર્યા

જણાવી દઈએ કે સુર્યકુમાર યાદવે ડેબ્યુ ઇનિંગમાં અર્ધશતક ફટકારીને સૌને પ્રભાવી કરી દીધા હતા. તેમણે માત્ર 31 બોલ રમીને શાનદાર 57 રન બનાવ્યા હતા. પોતાની આ ઇનિંગમાં તેમણે 3 સિક્સ અને 6 ફોર ફટકાર્યા હતા. સુર્યકુમારની આ બેટિંગના પ્રતાપે ભારત ઇંગ્લેન્ડને 8 રને હરાવવામાં સફળ રહ્યું હતું. સુર્યકુમાર યાદવને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા અને હવે ટીમ ઇન્ડિયામાં સામેલ થવાના રૂપમાં તેમને વધુ એક પુરસ્કાર મળ્યો છે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચનો વન-ડે સિરીઝ આગામી 23 માર્ચથી રમાશે. નિયત કાર્યક્રમ મુજબ સિરીઝની ત્રણેય વેન-ડે મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે. આ ત્રણેય મેચ 23, 26, અને 28 માર્ચના રોજ રમાશે. તમામ મેચ બપોરે દોઢ વાગે શરૂ થશે.