લેખકઃ મયૂરી જાદવ શાહ |
આજની દુનિયામાં યૂ ટ્યૂબ મનોરંજનનું સૌથી મહત્વનું અને હાથવગું સાધન બની ગયું છે. મોટાભાગના લોકો મનોરંજન માટે યૂ ટ્યૂબનો ઉપયોગ કરે છે. પરંતુ આ મીડિયા મનોરંજનની સાથોસાથ માહિતી અને જ્ઞાન પણ પીરસે છે. શું તમે માની શકશો કે માત્ર યુટ્યુબ પર નિયમિત રીતે વિડીયો અપલોડ કરવા દ્વારા કોઈ વ્યક્તિ એક મોટી કંપનીનો માલિક બની શકે? હા, આજે વાત કરવી છે એક એવા ઈન્ફ્લૂએન્સરની, જેણે યુટ્યુબના સહારે પ્રચંડ લોકપ્રિયતા મેળવી અને એક કંપનીનો માલિક બન્યા. એ છે શ્લોક શ્રીવાસ્તવ, જે દેશના ટોચના ઈન્ફ્લૂએન્સર પૈકી એક છે.
શ્લોેક પહેલાથી ડિઝાઇનિંગમાં કેરિયર બનાવવા ઈચ્છતા હતા. તે માટે શરૂઆતમાં ઘણી મહેનત કરી, પણ તેમને સૌથી વધુ ફાયદો થયો યુટ્યુબ પર વીડિયો ચેનલના કારણે.ડિઝાઈનિંગ અને ટેકનોલોજીના પેશનની સાથોસાથ શ્લોક જે વીડિયો મુકે તેમાં તેની રજૂઆત કરવાની શૈલી પણ લોકોને જકડી રાખે તેવી હોય છે. તે વીડિયોમાં વચ્ચે વચ્ચે રમુજ કરવાનું અને ટુચકા કહેવાનું ચુકતો નથી. આ જ કારણ છે કે તે સોશિયલ મીડિયા પર લોકપ્રિય બની ગયો છે.
શ્લોક શ્રીવાસ્તવ, ઉર્ફે ટેકબર્નર, એક ટેક સર્જક અને ઉદ્યોગસાહસિક છે. તેણે ઓવરલે ક્લોથિંગની સ્થાપના કરી છે અને લેયર્સની સહ-સ્થાપના કરી છે, જે ૨૦૨૨માં લૉન્ચ કરવામાં આવી છે, જે મોબાઇલ અને લેપટોપ સ્કિન બ્રાન્ડ છે. તેમની ભાગીદારીમાં ૨૦૦થી વધુ બ્રાન્ડનો સમાવેશ થાય છે.ગ્રાફિક્સ ડિઝાઈનીંગના વિષયમાં પર સૌપ્રથમ એમણે યૂ ટ્યૂબ પર વીડિયો બનાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે ગ્રાફિક્સની ડિઝાઇનો અને એના પછી ટેકનિકલ વિડિયો બનાવવા માંડ્યા.આજની યુવા પેઢીમાં શ્લોક શ્રીવાસ્તવનું નામ ઘણું જાણીતું છે.
સબસ્કાઈબર્સ કોમ્યુનિટી સારી એવી ડેવલપ થઈ એ પછી તેમણે સૌ પ્રથમ પોતાની એક બ્રાન્ડ શરૂ કરી. આ સ્ટાર્ટ અપમાં એમણે મોબાઈલ અને લેપટોપ માટેની જાતજાતની અનેક ડિઝાઈનની સ્ક્રીન બનાવી માર્કેટમાં મૂકી અને તેને ઉત્તમ પ્રતિસાદ મળ્યો. ટેક બર્નર ચેનલના એમની પાસે ૧૧.૬ મિલિયન ફોલોઅર્સ છે અને આ ફોલોવર્સને લીધે એમને ઘણા કસ્ટમર મળે છે .