વડોદરા

વડોદરાના ફિઝિયોથેરાપિસ્ટ ડો. પલક શાહને દિલ્હી ખાતે આઉટ સ્ટેન્ડિંગ એક્સલન્સ ઈન એડમિનિસ્ટ્રેશન ઓફ ટેલિ-રિહેબિલિટેશન ઈન ઈન્ડિયા એવોર્ડ એનાયત કરાયો હતો. તા.૧૫મી ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ નેશનલ ક્વોલિટી અચિવમેન્ટ એવોડ્‌સ ૨૦૨૦ જાહેર કરાયોહ તો. ડો. પલક શાહ ફિઝિયોથેરાપિસ્ટ અને રિહેબિલિટેશન ક્ષેત્રે તેમના જ્ઞાન અને દુરંદેશી દૃષ્ટિકોણ માટે સન્માનિત કરાયા હતા. ડિવોક્સીલ મીડિયા અને ક્વોલિટી કોંગ્રેસ દ્વારા આ પ્રતિષ્ઠિત એવોડ્‌ર્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના ર૦ વિજેતાઓને પાંચ અલગ અલગ લેવલ પર સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લાં કેટલાંક સમયથી કોરોનાના કારણે ટેલિ-રિહેબિલિટેશન એટલે કે ફોન પર વીડિયો કન્સલ્ટેશન કરવું એ બંને પેશન્ટ અને ડોક્ટર માટે હિતાવહ નીવડયું છે.