અમદાવાદ-

સમાજમાં દિવસે દિવસે લોકોની વિકૃતતા ઘૃણ બની રહી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક પરિણીતાએ પતિની વિકૃતતાને લઈ મહિલા હેલ્પલાઈન અભ્યમ ૧૮૧ની મદદ લીધી હતી. પતિ પત્નીને બાથરૂમનો દરવાજાે ખુલ્લો રાખી નહાવાનું કહેતો હતો. ૧૩-૧૬ વર્ષના બે દીકરા ઘરમાં હાજર હોય તો પણ શારિરીક સંબંધની માગણી કરી ઘરની બહાર જતા રહેવા કહેતો હતો. દિવસ રાત જાેયા વગર બેથી ત્રણ વખત શારિરીક સંબંધ કરવાનું કહેતો હતો. પતિ પત્નીને તેના બનેવી સાથે અફેર હોવાની શંકા રાખતો હતો. પતિના મનમાં શંકા છે કે મારા બનેવી સાથે અફેર છે.

શહેરના મણિનગર વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઈનને એક મહિલાનો ફોન આવ્યો હતો કે મારા પતિ બાથરૂમનો દરવાજાે ખુલ્લો રાખી સામે નાહવાનું કહે છે અને ના કહું તો ઝઘડો કરી મારઝૂડ કરે છે. જેથી હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે પતિ-પત્નીના લગ્નને ૧૮ વર્ષ થયાં છે અને ૧૩-૧૬ વર્ષના બે દીકરા છે. બંને છોકરાઓની હાજરીમાં શારિરીક સંબંધ માટે જબરજસ્તી કરે છે અને છોકરાઓને કહે છે કે અમારો સુવાનો ટાઈમ થયો છે તમે બંને બહાર જાઓ હું કહું ત્યારે ઘરે આવજાે. દરરોજ શારિરીક સંબંધ માટે કહેતા હતા. આંશિક લોકડાઉનમાં ધંધો બંધ હોવાથી દિવસ રાત જાેયા વગર તેઓ શારિરીક સંબંધ કરતા હતા. દિવસમાં બે - ત્રણ વખત શારિરીક સંબંધ કરું તો બહાર બીજા સાથે સંબંધ ન રાખે તેમ કહેતા હતા. મનમાં બીજા પુરુષ સાથે શારીરિક સંબંધ ન રાખે તેવી શંકા તેઓને હતી. આવી હરકતોથી કંટાળી મહિલા હેલ્પલાઈનની મદદ લેતા તેઓએ પતિ અને મહિલાના બનેવીને બોલાવી સમજાવ્યા હતા. પતિએ પોતાની