અમદાવાદ-

રાજકોટ સહિત રાજ્યના 11 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર કરી ગયો છે . સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન મહુવામાં 36.4 ડિગ્રી નોંધાયું છે. ડીસા -વડોદરામાં 36 રાજકોટમાં 35.6 કેશોદમાં 35.8 પોરબંદરમાં 35.4, સુરેન્દ્રનગરમાં 35.3, કંડલામાં 35 અમરેલીમાં 35.5 ગાંધીનગરમાં 35.2 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

ગઇકાલની સરખામણીએ આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે એકાએક જોરદાર વધી ગયું છે રાજકોટમાં 70 ભુજમાં 85 નલિયામાં 86 કંડલામાં 77 ગાંધીનગરમાં 84 અમદાવાદમાં 72 દ્વારકામાં 68 ઓખામાં 75 ટકા ભેજ નોંધાયો હતો અને તેના કારણે સવારે વાતાવરણ પ્રમાણમાં ખુશનુમા રહ્યું હતું જોકે સુરજ ઉગતા જ ગરમી અને બફારો શરૂ થઈ ગયો હતો.સવારનું લઘુતમ તાપમાન 15થી 20 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યું છે.