ફ્રાન્સ: 

સ્પેનનો ટેનિસ ખેલાડી રાફેલ નાડાલ પેરિસ માસ્ટર્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે. ટોપ સીડ નડાલનો આ ઓપન એરામાં 1000મો સિંગલ્સ વિજય છે. તે આ મુકામ સુધી પહોંચનારો ચોથો ટેનિસ ખેલાડી બન્યો છે. 34 વર્ષનો નડાલ પ્રી-ક્વાર્ટર ફાઈનલામાં ઓસ્ટ્રેલિયાના જોર્ડન થોમ્પ્સન સામે ટકરાશે. થોમ્પ્સને ક્રોએશિયાના બોરના કોરિચને 2-6, 6-4, 6-2થી હરાવ્યો હતો.

નડાલે કહ્યું કે, ‘1000 મેચ જીતવાનો અર્થ છે કે, હું વૃદ્ધ થઈ ચૂક્યો છું. તેનો અર્થ એવો છે કે, હું લાંબા સમયથી ટેનિસ રમું છું અને સારું પ્રદર્શન કરું છું.’ નડાલે કારકિર્દીનો પ્રથમ વિજય મે, 2002માં માત્ર 15 વર્ષની વયે મેળવ્યો હતો.