દિલ્હી-

શનિવારે સવારે દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદને કારણે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (આઇજીઆઇ) એરપોર્ટનું ટર્મિનલ -3 છલકાઇ ગયું હતું. જેના કારણે ઘણી એરલાઇન કંપનીઓની ફ્લાઇટ્સ ખોરવાઇ ગઇ છે.

એરલાઇન કંપની ઇન્ડિગોએ ટ્વિટ કર્યું કે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ આવવા -જવાની ફ્લાઇટની સેવા પ્રભાવિત થઇ છે.

વિસ્તારાએ ટ્વીટ પણ કર્યું છે કે દિલ્હીમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ટ્રાફિક જામ થયો છે. જે લોકો આજે મુસાફરી કરી રહ્યા છે તેમને એરપોર્ટ માટે વધુ સમય લેવાની સલાહ આપવામાં આવી રહી છે.


દિલ્હી એરપોર્ટએ પણ ટ્વિટ કરીને જણાવ્યું છે કે શનિવારે સવારથી ભારે વરસાદના કારણે એરપોર્ટ પર થોડા સમય માટે પાણી ભરાઈ ગયું હતું. દિલ્હી એરપોર્ટએ કહ્યું કે અમારી ટીમે તરત જ પાણી દૂર કરવાનું શરૂ કર્યું અને પાણી ભરાવાની સમસ્યાનું સમાધાન થયું.

હવામાન વિભાગ (IMD) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે સતત વરસાદને કારણે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસની નજીક આવી ગયું છે. દિલ્હીમાં તાપમાનના અંદાજ માટે સત્તાવાર માર્કર સલામતગંજ છે. સફદરગંજમાં શનિવારે સવારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી ઓછું એટલે કે 24 ડિગ્રી સેલ્સિયસ હતું. સવારે 8.20 વાગ્યે ભેજ 100% નોંધાયો હતો.


શનિવારના વરસાદ બાદ દિલ્હીમાં છેલ્લા 18 વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અગાઉ 2003 માં દિલ્હીમાં રેકોર્ડ 115cm વરસાદ નોંધાયો હતો. આ વર્ષે દિલ્હીમાં વરસાદ આ આંકડો પાર કરી ચૂક્યો છે.