સુરત-

સુરતમા ફરી માથાભારે તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગેંગવોરની ઘટના સામે આવી રહી છે. શહેરના કુખ્યાત બૂટલેગરના પુત્ર પર જૂની અદાવતમાં બે શખસોએ તલવારથી હુમલો કર્યો હતો, એકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઘટના બનતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

સુરતમાં કેટલાક વિસ્તારો માથાભારે તત્વો માટે એપી સેન્ટર થઈ ગયા હોય તેવું લાગે છે. શહેરના લિબાયત ડીંડોલી લાલગેટ રાંદેર જેવા વિસ્તારમાં ગેંગ વોરની ઘટના અવારનવાર બનતી હોય છે. લાલગેટ વિસ્તારમાં જૂની અદાવતમાં રામપુરા વિસ્તારના કુખ્યાત બૂટલેગરના પુત્ર પર મધરાત્રે હુમલો થતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. જ્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આજુબાજુના પોલીસ સ્ટેશનોની પોલીસ પણ બોલાવવી પડી હતી એ ઘટનામાં અજાણ્યા ઈસમો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા એક યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે હાલ લાલગેટ પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. ઘટનાની વાત કરવામાં આવે તો લાલગેટની હદમાં આવેલા રામપુરા વિસ્તારમાં રહેતા બૂટલેગર વલીઉલ્લાહના પુત્ર ફિરોજ પર જૂની અદાવતમાં તલાવાર જેવા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. 6થી 7 જેટલા યુવાનોએ એકાએક આવી ને આ હુમલો કર્યો ઘટનામાં નજીકમાં લાગેલા CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે.