જયપુર-

રાજસ્થાનની રાજધાની જયપુરથી એક સમાચાર પ્રાપ્ત થયા છે. એક જ પરિવારના 4 સભ્યોએ આત્મહત્યા કરી છે. માતા-પિતા અને બે બાળકોએ આત્મહત્યા કરી હતી. આ ઘટના કનોટા પોલીસ સ્ટેશન વિસ્તારના જમડોલીની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર દેવાથી ત્રાસી ગયો હતો. જોકે,  ઘટના સ્થળે સ્યુસાઇડ નોટ મળી છે કે નહીં, પોલીસે હાલમાં તે વિશે કોઈ માહિતી આપી નથી. પોલીસે તપાસ શરૂ કરી છે. આ કેસ મુખ્યત્વે આત્મહત્યાથી સંબંધિત હોવાનું માનવામાં આવે છે. 

પોલીસે જણાવ્યું કે માતા-પિતા અને બે બાળકોએ સામુહિક આત્મહત્યા કરી છે. પરિવારના આ સભ્યોએ ગળે ફાસો કરી આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફોરેન્સિક ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી છે. આ કુટુંબ ઝવેરાત ધંધા સાથે સંકળાયેલું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર દેવાથી ત્રાસી ગયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ઝવેરાતવાળા આ પરિવાર પર દેવાથી ડૂબી ગયો હતો. આ પરિવાર દેવાના કારણે પરેશાન હતું કારણ કે વ્યાજ માફિયાઓ પરિવારને પજવતા હતા. પોલીસે હાલના તબક્કે વ્યાજ માફિયાની અટકાયત કરી છે. જોકે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને આ કેસમાં આગળની તપાસ હાથ ધરી છે. કસ્ટડીમાં લેવામાં આવતા વ્યાજ માફિયાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.