શ્રીનગર

શ્રીનગરમાં સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. આ હુમલો લાવાપોરા વિસ્તારમાં થયો છે. સીઆરપીએફ પાર્ટી પર હુમલામાં બે જવાન શહીદ થયા જ્યારે બે જવાન ઘાયલ પણ થયા. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આપને જણાવી દઇએ કે લાવાપોરા વિસ્તારમાં ગુરૂવારના રોજ બપોરે આતંકીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કરી દીધો. આઇજીએ કહ્યું કે આ હુમલામાં સીઆરપીએફના બે જવાન શહીદ થઇ ગયા અને બે જવાન ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા. હાલ તેમની સારવાર ચાલુ છે.

આ હુમલો સીઆરપીએફની ૭૩મી બટાલિયન પર કરાયો છે. પહેલેથી ટાંકીને બેઠેલા આતંકીઓએ શ્રીનગરના લાવાપોરા વિસ્તારમાં સુરક્ષાબળોની ગાડી પર હુમલો કરી દીધો. આ હુમલામાં ૨ જવાન શહીદ થઇ ગયા. તો બે જવાન ઘાયલ પણ થયા છે.

આ હુમલા બાદ સુરક્ષાબળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આતંકીઓની શોધ માટે મોટી માત્રામાં સુરક્ષાબળના જવાન છે. ઘટના બાદ વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે.

પોલીસના અધિકારીઓનું કહેવું છે કે સીસીટીવીના માધ્યમથી આતંકીઓની ઓળખ કરાય રહી છે. જેથી કરીને ખબર પડી શકે કે આતંકી કેવી રીતે વાહનમાં સવાર થઇને આવ્યા હતા. ઘણા દિવસ બાદ શ્રીનગરમાં આ પ્રકારનો હુમલો થયો છે. જેમાં જવાનોને નિશાન બનાવ્યા છે. પોલીસના અધિકારીઓનું કહેવું છે કે બે જવાનોની સ્થિતિ ખતરામાં છે. આ હિટ એન્ડ રનનો મામલો છે. આતંકી અચાનક આવ્યા અને હુમલો કરીને સ્થળ પરથી ભાગી ગયા.