શ્રીનગર-

જમ્મુ અને કાશ્મીરમાં પુલવામાં જેવો એક ઘાતક આતંકી હુમલો કરવાના ષડયંત્રને સેનાએ નિષ્ફળ બનાવ્યું. ગુપ્ત બાતમીના આધારે પુલવામાના કરેવા વિસ્તારથી ૫૨ કિલો વિસ્ફોટક અને 50 ડેટોનેટર મળી આવ્યાં છે. જેના દ્વારા કાશ્મીરમાં ફરીથી એકવાર સુરક્ષાદળો પર મોટો હુમલો કરવાનું ષડયંત્ર રચાયું હતું તેના પુરાવા મળ્યાં.

સૂત્રોના જણાવ્યાં મુજબ ગુપ્ત સૂચનાના આધારે સેનાની ૪૨મી રાષ્ટ્રીય રાયફલ્સ યુનિટ અને પોલીસે મળીને પુલવામા જિલ્લાના કરેવામાં જાેઈન્ટ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. હાઈવે પાસે જમીનમાં એક સિન્ટેક્સની ટેન્ક દબાયેલી જાેવા મળી. આ ટેન્કને ખોલતા તેમાથી ૫૨ કિલો હાઈ ક્વોલિટી વિસ્ફોટક અને 50 ડેટોનેટર મળી આવ્યાં.

સેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ આ વિસ્ફોટકોથી સુરક્ષાદળોના કાફલામાં મોટી તબાહી થઈ શકે તેમ હતી. સુરક્ષાદળો હવે આ વિસ્ફોટકોને છૂપાવનારા આતંકીઓને શોધી રહ્યા છે.