દિલ્હી-

કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે સોમવારે કહ્યુ હતુ કે, 'આતંકવાદીઓએ પંપોર, સોપોર અને શોપિયાં માં હુમલા માટે, મસ્જિદોનો દુરૂપયોગ કર્યો છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ હતુ કે, 'આતંકવાદીઓએ પંપોર માં 19 જૂન 2020 ના રોજ, સોપોરમાં 1 જુલાઈ 2020 અને શોપિયાંમાં 9 એપ્રિલ 2021 ના ​​રોજ, મસ્જિદોનો દુરૂપયોગ કર્યો હતો.' તેમણે કહ્યુ કે, 'આતંકીઓ દ્વારા કરવામાં આવેલ આવા કૃત્યોની લોકો દ્વારા, મસ્જિદની વ્યવસ્થા કરનાર, નાગરિક, સમાજ અને મીડિયા દ્વારા નિંદા થવી જોઈએ.' તેમણે કહ્યુ કે, ' 9 એપ્રિલે શોપિયાંમાં, સુરક્ષા દળો સાથેના અથડામણમાં, કુલ પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યાં આતંકવાદીઓ પોતાને બચાવવા મસ્જિદમાં ઘૂસી ગયા હતા.'

19 જૂન 2020 ના રોજ, પંપોર અથડામણ માં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેઓ આશ્રય મેળવવા માટે જામિયા મસ્જિદમાં ઘૂસ્યા હતા. તે ઉપરાંત સોપોરમાં,એક જ મસ્જીદ માંથી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ન દળો પર, આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી ગોળીબાર પછી, 1 જુલાઇ 2020 ના રોજ, ત્રણ સુરક્ષા કર્મીઓને ઈજાઓ પહોંચી હતી. જ્યારે એક નાગરિક એક યુવાન નુ, મૃત્યુ થઇ ગયુ હતુ.