શ્રીનગર-

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓ એ રવિવારે પોલીસ પર ઘાતક હુમલો કર્યો છે. શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં આ હુમલામાં એક પોલીસ ઈસ્પેક્ટરને ઘણી ગોળીઓ વાગી છે, ત્યાર પછી તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

મળતી માહિતી મુજબ આતંકીઓએ પોલીસ પાર્ટીને ટાર્ગેટ કરી છે. હુમલો કર્યાના તુરંત બાદ પોલીસએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સર્ચ અભિયાન શરૂ કરી દીધું છે. તમને જણાવી દઇએ કે, છેલ્લાં કેટલાંય સમયથી જમ્મુ-કશ્મીરમાં આતંકીઓ પોતાની ગતિવિધિઓને અંજામ આપી રહ્યાં છે. ક્યારેક સ્થાનીય નેતાઓને ટાર્ગેટ કરીને તેની હત્યા કરે છે તો ક્યારેક સેના અને પોલીસના જવાનો પર પણ એટેક કરે છે. જવાન પણ પૂરા જોશ સાથે આતંકીઓનું એન્કાઉન્ટર કરવામાં લાગેલા છે. આ સાથે જ ગયા મહીનાના અંતમાં દેશની ખાનગી એજન્સીઓએ 15 દિવસની અંદર જ આતંકી હુમલાના 10થી વધારે એલર્ટ જારી કર્યું હતું. તમામ એલર્ટમાં POK ના આધારે જમ્મુ-કાશ્મીરમાં ઘૂસપેઠ કરવા અને આતંકી હુમલાની આશંકા દર્શાવી હતી.