દિલ્હી-

અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં તેનું પ્રથમ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપશે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ શનિવારે આ માહિતી આપી. યેદિયુરપ્પાએ ટેસ્લા વિશેની આ માહિતી આપી, કેન્દ્રીય બજેટથી રાજ્યને મળેલા લાભોની ગણતરી કરી હતી. 

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે રાજ્યના તુમ્કુર જિલ્લામાં ઓદ્યોગિક કોરિડોર પણ બનાવવામાં આવશે. તેની કિંમત લગભગ 7725 કરોડ થશે. અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપનીએ જાન્યુઆરીમાં ભારતમાં એક કંપની રજીસ્ટર કરાવી હતી. ટેસ્લા બેંગલુરુ શહેરમાં એક સંશોધન અને વિકાસ કેન્દ્ર પણ ધરાવે છે.

બેંગલુરુમાં નોંધાયેલ કંપનીના દસ્તાવેજોમાં લખ્યું છે કે ભારતીય શાખામાં ત્રણ ડિરેક્ટર હશે. તેમાં ટેસ્લાના સિનિયર એક્ઝિક્યુટિવ ડેવિડ ફીનસ્ટાઇનનો પણ સમાવેશ છે. મસ્ક પહેલા પણ ભારતમાં કંપનીની કામગીરી અંગેની માહિતી ટ્વીટ કરી રહી છે.