આણંદ : ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ) ખાતે દસમો પદવીદાન સમારોહ તા.૯ જાન્યુઆરીના રોજ યુનિવર્સિટીના પ્રાંગણમાં યોજાશે. આ સમારોહના મુખ્ય અતિથી તરીકે ભારતની વિખ્યાત કંપની ઓનવર્ડ્‌સ ટેક્નોલોજિસના સ્થાપક અને એક્ઝિક્યૂટિવ ચેરમેન હરિશ મહેતા ઓનલાઇન દિક્ષાંત પ્રવચન આપશે. તેઓ નાસ્કોમના સર્વપ્રથમ ચૂંટાયેલા ચેરમેન તરીકેનો પણ પદભાર સંભાળી ચૂક્યાં છે.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરીશ મહેતાને તેમની ૨૫ વર્ષની ઇન્ડિયન સેવાઓને બિરદાવી તેમને સન્માનિત કર્યા હતા. ૧૯૯૪માં તેઓને સીઇઓ ઓફ ધ યરનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્ર અને સમાજ માટે મહત્વનું યોગદાન આપનારાં મહાન વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને આદરણીય હસ્તીઓને આમંત્રિત કરવાની ચારુસેટ યુનિવર્સિટીની આગવી પરંપરા અનુસાર ડો. અબ્દુલ કલામ, ડો.આર.એ.મશેલકર જેવાં ખ્યાતનામ વૈજ્ઞાનિક, પંકજ પટેલ જેવાં ખ્યાતનામ ઉદ્યોગપતિ, વિખ્યાત વૈજ્ઞાનિક ડૉ.ટી. રામાસામી, ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી, વિખ્યાત ઉદ્યોગપતિ ડો.એ.આઈ. પટેલ, વિખ્યાત વૈજ્ઞાનિક અને ઈસરોના ચેરમેન એ.એસ. કિરણકુમાર, પરમાણુ વૈજ્ઞાનિક ડો.ટી. રામાસ્વામી, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને મુખ્ય અતિથિપદ શોભાવ્યું છે.