વડોદરા,તા.૨૮ 

શ્રી કલ્યાણરાયજી મંદિરમાં શ્રી પ્રભૂનો ૧૧૧મો પાટોત્સવ મહોત્સવનું પ્રથમવાર ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે શ્રાવણ માસમાં વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓમાં ભવ્ય અલૌકીક હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શ્રી કલ્યાણરાયપ્રભુનો વડોદરા ખાતે ૧૧૧મો પાટોત્સવ મહોત્સવ ઓનલાઈન યોજાશે. આ મહોત્સવનું વૈષ્ણવ ઈનરફેઈશ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઈજેશન(વિપો) પુષ્ટિ ટીવી યુ ટ્યુબ ચેનલના માધ્યમથી પ્રસારણ કરવામાં આવશે. આ પ્રસારણ ૨૯ જુલાઈથી ૩૧ જુલાઈ સુધી રાત્રે ૮ વાગ્યે કરવામાં આવશે. આ મહોત્સવમાં ચંપારણ, અમદાવાદ અને મુંબઈમાં બિરાજમાન વલ્લભકુલ આચાર્ય ચરણો, વિદ્વાન શાસ્ત્રીજી, વૈષ્ણવ મહાનુભાવોના ઉદ્દબોધનોનું દિવ્ય સત્સંગ સભા રૂપે ઓનલાઈન પ્રસારણ કરાશે.