અમદાવાદ-

અમદાવાદના બહેરામપુરાના ગુરુવારે વહેલી સવારે એનઆરઆઇ વૃદ્ધની આંખમાં મરચું નાખી ગડદાપાટુનો માર માર્યો હતો. આરોપીઓએ પ્લાસ્ટિક ટેપ રોલથી બાંધી દઈ ૨૩ હજાર ૫૦૦ની મતાની લૂંટ ચલાવી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે તમામ આરોપીઓ એમડી ડ્રગ્સના બંધાણી છે અને ૧૪ વર્ષના સગીરે એમડી ડ્રગ્સ ખરીદવા માટે ૩ મિત્રો સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

બહેરામપુરાના આણંદજી કલ્યાજી ફ્લેટમાં રહેતાં એનઆરઆઇ વૃદ્ધને માર મારી લૂંટ ચલાવવાની યોજના વિજય ઉર્ફે તાઉં, જયેશ, દીપ સહિત ચાર જણાએ બનાવી હતી. જે મુજબ ગુરુવારે વહેલી સવારે ચારે જણાએ વૃદ્ધનો દરવાજાે ખખડાવ્યો હતો. જાં વૃદ્ધે દરવાજાે ખોલ્યો તો આરોપીઓએ આંખમાં મરચું નાખીને ગડદાપાટુનો માર માર્યો હતો. જે બાદ ઘરમાંથી ટીવી, ચાંદીની ૪ વીંટી અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી.

ક્રાઈમબ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપીઓ જમાલપુર બ્રિજ પાસે કેલિકો મિલના કમ્પાઉન્ડમાં માલ સગેવગે કરવા મળવાના છે. બાતમી આધારે પોલીસે ૨ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય બે ફરાર આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરાઈ છે. અગાઉ સગીર ૨ વર્ષ પહેલાં પણ ચોરીના કેસમાં ઝડપાયો હતો.