વડોદરા, તા.૨૫

 પિટ્ટુ ફેડરેશન ઓફ ઇન્ડિયા, પિટ્ટુ એસોસીએશન ઓફ ગુજરાત દ્વારા ૨૬ ડિસેમ્બરથી ત્રીજી સિનયર રાષ્ટ્રીય સ્પર્ધાઓનો પ્રાંરભ વડોદરા ખાતે થશે.પિટ્ટુની સ્પર્ધાઓ આવતીકાલથી ૨૮ ડિસેમ્બર દરમ્યાન સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાશે.રાષ્ટ્રીયકક્ષાની પિટ્ટુ સ્પર્ધાઓ અંગે માહિતી આપતા પિટ્ટુ એસોસીએશન ઓફ ગુજરાતનાં પ્રમુખ હર્ષિદ તલાટીએ જણાવ્યુ હતુ કે વડોદરામાં યોજાનાર આ રાષ્ટ્રીય પિટ્ટુ સ્પર્ધામાં ગુજરાત સહિત વિવિધ ૨૦ રાજયોમાંથી ૬૦૦ થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.ે ગર્લ્સ અને બોઇઝ ખેલાડીઓ ભાગ લેશે જેમની ઉમંર ૧૯ થી ૨૫ સુધીની રહેશે. સ્પર્ઘાનો પ્રાંરભ પિટ્ટુ એસોસીએસન ઓફ ઇન્ડીયાનાં પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયના હસ્તે કરવામાં આવશે. આવતીકાલથી પ્રાંરભ થનાર આ રાષ્ટ્રીય સ્પર્ધાના ઉટધાટન પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, વિધાનસભાનાં દંડક અને ધારાસભ્ય બાળુભાઇ શુકલ, ધારાસભ્યો યોગેશભાઇ પટેલ, કેયુર રોકડિયા, મનીષાબેન વકિલ,ચૈતન્ય દેસાઇ, વર્ડ વિજાર્ડ ઇનોવેશનનાં ચેરમેન યતિન ગુુપ્તે સહિત રમતપ્રેમીઓ ઉપસ્થિત રહેશે.પ્રાચીન અને પંરાપરાગત પિટ્ટ દેશના તમામ રાજ્યોમાં અલગ અલગ નામોથી રમાય છે. અને આજે પણ આ રમત લોકપ્રિય છે. વડોદરા ખાતે યોજાનાર પિટ્ટુ રમત માટે પિટ્ટુ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ટેકનિકલ કમિટિ દ્વારા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. દેશમાં પિટ્ટુ ની આ રમત ને અલગ અલગ નામોથી ઓળખાય છે. ગુજરાતમાં આપણે સતોડિયું કહીએ છીએ. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ રમત વધુ પ્રચલિત છે. જેમાં ખુલ્લા મેદાનમાં સાત પથ્થરો ગોઠવવામાં આવે છે. અને એક ટીમ બોલથી આ સપાટ જેવા પથ્થરોને ટાંકે છે અને પડી જાય એટલે ટાંકનાર ટીમનાં ખેલાડીઓ ભાગે છે. પરંતુ એ પહેલા પથ્થરો ટાંકતા ઉછળેલો બોલ સામેની ટીમ ઝીલી લે તો સામેની આખી ટીમ આઉટ થઇ જાય છે. અને હરીફ ટીમ બીજી પથ્થરો ગોઠવનારી ટીમનાં સભ્યો ને પથ્થરો ગોઠવતા પહેલા બોલથી મારે અને બોલ વાગી જાય તો ટીમ આઉટ અને એ પહેલા પથ્થરો ગોઠવાય જાય તો ટીમ જીતી જાય છે.