મહુધા, તા.૧ 

ગોધરા ખાતે દારૂના ગુનામાં નડિયાદના ગુતાલનો હિતેષ ડાહ્યાભાઇ તળપદા છેલ્લાં કેટલાંક સમયથી નાસતો ફરતો હતો. નાયબ પોલીસ અધિક્ષક કપડવંજની સૂચના અને માર્ગદર્શન હેઠળ કપડવંજ ડિવિઝન સ્ક્વોડના જવાનો પેટ્રોલિંગમાં મહુધા તરફ નીકળ્યાં હતાં. જ્યાં તેઓએ બાતમી મળી હતી કે, નાસતો ફરતો આરોપી આવવાનો છે. બાતમીના આધારે સવારે દસ વાગ્યાની આસપાસ મહુધા રેસ્ટહાઉસ નજીકથી હિતેષ તળપદાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.