વાઘોડિયા : વાઘોડિયા પોલીસ સ્ટેશનમા વસવેલ ગામની ખેતીની જમીનનો બોગસ દસ્તાવેજ બનાવવાના ગુન્હામા સાક્ષી તરીકે મદદ ગારી કરનાર નાશતા ફરતા ગઠિયાને વડોદરા ફ્લો સ્કોર્ડે જડપી વાઘોડિયા પોલીસને સોંપ્યો છે. 

વાઘોડિયા પોલીસ મથકમા થોડા મહિના અગાઊ પ્રભાતભાઈ ખોળાભાઈ જાદવનાઓએ ફરીઆદ નોંઘાવી હતી. આરોપી ગઠિયાએ વાઘોડિયાના વસવેલ ગામે આવેલી ખેતી વિષયક જમીનમા પોતાના માતા, ભાઈ, બહેન તેમજ સાક્ષીઓ સાથે મળી પ્રભાતભાઈ જાદવના વારસદારો હોવા છતા પેઢીનામામા નહિ દર્શાવી ખોટુ પેઢીનામુ તૈયાર કરી વાઘોડિયા મામલતદારમા રજુ કરીતેના આઘારે નામો દાખલ કરવાનો ગુન્હો કરેલ હતો.જેઆઘારે વાઘોડિયા પો. સ્ટેશનમા ગુન્હો નોંઘાતા મુખ્યભેજાબાજ સહિત કુલ ચાર આરોપીઓની જુલાઈ ૨૦૨૦ મા અટકાયત વાઘોડિયા પોલીસે કરી હતી. જેમા બે આરોપી ફરાર હતા જે પૈકી એક આરોપી આગોતરા જામીનમુક્યા હતા. એક ગઠિયા મહેશભાઈ વાળંદ છેલ્લા છ માસથી નાસતો ફરતો હતો. જે અંગેની ચોક્કસ બાતમી વડોદરા પેરોલ ફ્લો સ્કોર્ડને મડતા તેને જડપી પાડીખોટા દસ્તાવેજ બનાવી આર્થીકલાભ લેવાના ગુનામા સંડોવણી હોવાના કારણે ધરપકડ કરી વાઘોડિયા પોલીસને સોંપ્યો હતો.