મોડાસા-

ભરણપોષણના કેસમાં અદાલતના હુકમ મુજબની રકમ રૂપિયા ૧,૪૪,000/- ચુકવવામાં નિષ્ફળ જનાર આરોપીને નામદાર અદાલત તલોદ તરફથી જેલની સજા ફરમાવવામાં આવી હતી. જે કેસમાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને અરવલ્લી એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર આર કે પરમાર અને તેમની ટીમના માણસોએ આરોપી વિરભદ્રસિહ દલપતસિહ ઝાલા મુળ રહે. ગોતાપુર (ડુંગરી) તા. બાયડ જી. અરવલ્લી. ને અમદાવાદ મેમનગરથી પકડી પાડ્યા છે. કેસની વધુ વિગતો મુજબ, સુરજબા વિરભદ્રસિહ રહે ટંકાર તા. તલોદ જી. સાબરકાંઠા તરફથી નામદાર તલોદ અદાલતમાં અલગ અલગ અરજી દાખલ કરી હતી જેમાં (૧)કિ.પ. અ. નં. ૭૭/૨૦૧૪માં આ કેસના સામાવાળા ભરણપોષણ અંગેની રકમ રૂપિયા ૧,૩૨,૦૦૦/- ચુકવવામાં નિષ્ફળ રહેતાં નામદાર કોર્ટે ૧૧ માસના ૨૨૦.દિવસ સુધી જેલમાં રાખવાનો હુકમ કર્યો હતો. જ્યારે બીજા કેસમાં પણ રકમ ના ચુકવતાં નામદાર કોર્ટે તેમાં પણ સજા સંભળાવેલ જેથી કુલ ૨૪૦ દિવસ સુધી જેલમાં રાખવાનો હુકમ થયો હતો. જે કેસમાં આરોપી ૨૦૧૪ થી નાસતા ફરતા હતા જેના વાૅરન્ટની બજવણી અરવલ્લી એલસીબી પોલીસે હાથ ધરતાં આરોપીના રહેઠાણની વિગતો મેળવી સદર આરોપીને મેમનગર, અમદાવાદથી પકડી પાડી નામદાર તલોદ કોર્ટમાં રજુ કરવામાં આવેલ છે.