મુંબઇ 

કોરોના મહામારી વચ્ચે ઘણા સેલિબ્રિટીઝ માલદીવ્સમાં વેકેશન માણી આવ્યા છે. આ યાદીમાં લેટેસ્ટ નામ એક્ટ્રેસ રકુલપ્રીત સિંહનું છે. રકુલ હાલ પોતાના પરિવાર સાથે માલદીવ્સમાં વેકેશન માણી રહી છે. રકુલ સોશિયલ મીડિયા પર પોતાના વેકેશનની શાનદાર તસવીરો શેર કરી રહી છે. હાલમાં જ એક્ટ્રેસે માલદીવ્સમાં સ્કૂબા ડાઈવિંગ કર્યું હતું. જેનો અનુભવ તેણે ફેન્સ સાથે શેર કર્યો છે.


રકુલપ્રીત સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે પાણીની અંદર દેખાઈ રહી છે. રકુલપ્રીતે તસવીર શેર કરતાં લખ્યું, "ખરા અર્થમાં મુક્ત થવા તળિયા સુધી ડૂબો❤ અંડરવોટર સૃષ્ટિનો અનુભવ કરવો પરમાનંદ છે! મને વિચારતી કરી મૂકી કે પૃથ્વીનો 3/4 ભાગ કેટલો સુંદર છે અને આપણે તેના વિશે કેટલું ઓછું જાણીએ છીએ." 

રકુલપ્રીત સિંહે પાણીની ઉપર હિંચકામાં બેઠેલી તસવીર શેર કરી છે. બ્લૂ બિકીનીમાં રકુલ ખૂબસૂરત લાગી રહી છે. તસવીર શેર કરતાં એક્ટ્રેસે લખ્યું, "હું બીચી (દરિયાકિનારાને લગતું) પ્રકારની યુવતી છું." 

રકુલપ્રીત સિંહ પરિવાર સાથે માલદીવ્સ પહોંચી છે. અહીં તે પોતાના પેરેન્ટ્સની 31મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવાનો પ્લાન છે. રકુલના માતાપિતાની એનિવર્સરી 26 નવેમ્બરના રોજ છે. રકુલે જણાવ્યું હતું કે, તેઓ એનિવર્સરી એડવાન્સમાં સેલિબ્રેટ કરી દેશે કારણકે 24 નવેમ્બરે તેઓ મુંબઈ પરત આવી જવાના છે.