વડોદરા : ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર્સ એસોસિયેશન રાજ્યની સેવામાં કાર્યરત વર્ગ - ૧ અને વર્ગ -૨ તબિબોના સેવાકીય લાભો માટે સરકાર સમક્ષ વ્યાજબી અને ન્યાયીક માંગણી સાથે અહિંસક આંદોલનનો માર્ગ અપનાવી સરકારની નિતિનો તબિબો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ આંદોલનના ત્રીજા દિવસે પણ કાળી પટ્ટી ધારણ કરીને આગળ ધપાવી યથાવત રાખવામાં આવ્યું હતું. અને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અનેક વખત ખોટા દિલાસાઓ આપી આંદોલન સમેટી લેવા માટે જણાવવામાં આવે છે. પરંતુ આ વખતે તબિબો દ્વારા મુખ્યમંત્રી પાસે માંગણી સ્વીકારવાની અને લાભો આપવાની બાહેધરી લેખિતમાં માંગણી કરી ગુજરાત ઇન-સર્વિસ ડોક્ટર એસોસિયેશન પોતાનું અહિંસક આંદોલન યથાવત રાખ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત ઇન સર્વિસ ડોકટર્સ એસોસિયેશન દ્વારા તબિબોની સેવાકીય લાભો માટે સરકાર સમક્ષ છેલ્લા ચાર પાંચ વર્ષથી વ્યાજબી ન્યાયીક રજૂઆત કરી માંગણી કરવામાં આવી રહી છે પરંતુ સરકારના જવાબદાર અધિકારીઓ ગાયના ઘણી હોય તેમ હાંકી રહ્યા છે. અને તેઓને મળવા પાત્ર લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.

હાલ કોરોનાની પ્રથમ મહામારીથી લઇને આજદીન બીજી લહેરની મહામારી સુધી એટલો કે દોઢ વર્ષથી ઇન સર્વિસ તબિબો રજા ભોગવ્યા વગર સતત રાત દિવસ કોરોનાની અગ્રીમ હરોળમાં કામગીરી બજાવે છે. તદઉપરાંત આરોગ્યના તમામ પ્રોગ્રામ અને તબિબ સેવાઓને પણ ધ્યાને રાખી ફરજ બજાવે છે. છતાં સરકાર તરફથી આ તબિબોને અન્યાય કરવામાં આવી તેમની માંગણીઓ સ્વીકારવામાં ન આવતાં ભારે નારાજગી સાથે રોષની લાગણી વ્યાપી છે. જેને લઇને ગુજરાત ઇનસર્વિસ ડોકટર્સ એસોસિયેશને અહિંસક આંદોલનનો માર્ગ અફનાવી આંદોલનની રૂપરેખા તબક્કા વાર ઘડી કાઢવામાં આવી છે. જેમાં તા.૧૦મેથી તા.૧૫મી મે સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો ત્યાર બાદ તા. ૧૭મી મેથી ૨૨મી મે દરમિયાન પેન ડાઉન સ્ટ્રાઇક તે બાદ તા.૩૧મી મેના રોજ સામુહિક અચોક્કસ મુદ્દતની રજા પર જવાના હોવાનું એસોસિએશનના અગ્રણી ડો.ટીલાવતે જણાવ્યુંહતું.