દિલ્હી-

ચેક રિપબ્લિકમાં ભારતના રાજદૂત હેમંત હરિશ્ચંદ્ર કોટાલવાર, બુધવારે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ગયા અઠવાડિયે હેમંત હરિશ્ચંદ્ર કોટાલવાર ની ચેક રિપબ્લિકમાં ભારતના નવા રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હેમંત ભારતીય વિદેશી સેવાના 1996 બેચના અધિકારી છે. તેઓ ચેક રિપબ્લિકમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત થયા પહેલા, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં પદ-નિયુક્તિ ના સંયુક્ત સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા.