ડભોઇ : ડભોઇ તાલુકાના સીતપુર ગામે ગત રાત્રી ના રોજ ઘરના આંગણામાં બાંધેલી બકરીને દીપડાએ ગામમાં પ્રવેશ કરી તેનું મારણ કરી દેતા રહિશોમાં ફફડાટની લાગણી પ્રસરી છે. ડભોઈ તાલુકાના સીતપુર ગામના છેલ્લા ઘણા સમયથી ચિંતા જેવું જંગલી જાનવર ગામમાં વારંવાર પ્રવેશ કરીને ભેંસો, ગાયો, બકરાનું મારણ કરી ભાગી જતા દીપડાની સામે વનવિભાગ લાચાર છે. ગતરોજ રાત્રિના કોઈપણ સમયે અહેમદ ભાઈ રાઠોડના ઘરે આંગણમાં પોતાને બકરી બાંધેલી હતી. 

 આ બકરાનું મારણ દીપડા જેવા જંગલી જાનવર ગામમાં પ્રવેશ કરીને બકરીનું મૃત્યુ નિપજાવી ભાગી છૂટતા રહીશોમાં ભયનું વાતાવરણ છવાયું હતું. આવા બનાવને કારણે વારંવાર ગામના રહીશો દ્વારા વન વિભાગ ખાતે રજૂઆત કરતા આવ્યા છે. પરંતુ કોઈ નક્કર પરિણામ વનખાતા દ્વારા લેવાતું નથી. આજે તો પશુનું મોત નીપજાવી આવતીકાલે માનવીના વારો પણ આવી શકે તેમ છે ગામ લોકોની માંગ છે કે દીપડાને પાંજરે પુરવા વહેલી તકે ભાગ કામગીરી કરે તેવી લોક લાગણી અને માગણી છે આ મહિનામાં ત્રીજો બનાવ છે. ગામજનો દ્વારા વારંવાર રજૂઆત વનવિભાગના અધિકારીઓને કરવા છતાં પણ પિંજરા મૂકાતા નથી કે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.