દિલ્હી-

રાજસ્થાનની ઘણી સ્કુલોએ જીઝ્રમાં રાજ્ય સરકારના એ ચુકાદાની વિરુદ્ધ અરજી કરી હતી, જેમાં સ્કુલોને ૩૦ ટકા ફી માફ કરવાનો આદેશ અપાયો હતો.કોવિડ દરમિયાન સ્કુલો ખુલી રહી નથી અને ઓનલાઈન ક્લાસીસ ચાલી રહ્યાં છે. એવામાં પેરેન્ટ્‌સ માટે સુપ્રીમ કોર્ટે રાહત આપે તેવો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે સ્કુલ બંધ છે. તેમણે કેમ્પસમાં આપવામાં આવતી કોઈ સુવિધાનો ખર્ચ ઉઠાવો પડતો નથી. આ કારણે સંચાલનનો ખર્ચ ઓછો થઈ ગયો છે. આ કારણે તેમણે ઓનલાઈન ક્લાસીસની ફી જરૂર ઘટાડવી જાેઈએ.

રાજસ્થાનની ઘણી સ્કુલોએ સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકારના એ ચુકાદાની વિરુદ્ધ અરજી કરી હતી, જેમાં સ્કુલોને ૩૦ ટકા ફી માફ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ માહેશ્વરીની બેન્ચે કહ્યું- એવો કોઈ કાયદો નથી, જે રાજ્ય સરકારને એવો આદેશ આપવાનો અધિકાર આપે છે પરંતુ અમે પણ એ વાત માનીએ છીએ કે સ્કુલોએ ફીસ ઘટાડવી જાેઈએ. કોર્ટે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાનોએ મેનેજમેન્ટને સંવેદનશીલતા દર્શાવવી જાેઈએ. લોકો મહામારીના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. સ્કુલોના બાળકો અને વાલીઓને રાહત આપનારા પગલા ઉઠવવા જાેઈએ. સુપ્રીમ કોર્ટે એ વાત પર ભાર મૂક્યો છે કે કેમ્પસમાં સ્ટુડન્ટ્‌સને જે સુવિધાઓ આપવામાં આવે છે, તે હાલની સ્થિતિમાં તેમને મળી રહી નથી. એવામાં તેના પેમેન્ટ્‌સનો સ્કુલોને ફાયદો થઈ રહ્યો છે અને સ્કુલોએ નિશ્ચિત રીતે આ ફાયદાથી બચવું જાેઈએ. કાયદાકીય રીતે સ્કુલ એવી સુવિધાઓ માટે ફીસ ન લઈ શકે, જે સુવિધા વિદ્યાર્થીઓને મળતી નથી. કોર્ટે કહ્યું કે આવી સુવિધાઓ માટે ફીસ લેવાનું નફો કમાવવા અને વ્યાવસાયીકરણમાં સામેલ થવા જેવું છે. ૨૦૨૦-૨૧માં સ્કુલ લાંબા સમય સુધી કમ્પલીટ લોકડાઉનના કારણે ખુલી નથી, આ વાત બધા જાણે છે અને કાયદાએ પણ આ વાતને ધ્યાને લીધી છે. નિશ્ચિત રીતે સ્કુલોએ પેટ્રોલ-ડિઝલ, વીજળી, પાણી, મેન્ટનન્સ અને સફાઈ પર વારંવાર થતો ખર્ચ બતાવ્યો હશે.