વડોદરા : મેડિકલ અને ભૂમાફિયા સુમનદીપ વિદ્યાપીઠના સ્થાપક અને ટ્રસ્ટી મનસુખ શાહ અને પુત્ર દીક્ષિત સામે સરકારી જમીન પચાવી પાડવાના મામલાની પુનઃ શરૂ થયેલી તપાસ આગળ વધી રહી છે. કલેકટરની સૂચના બાદ એસડીએમએ વાઘોડિયા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદોનો અભ્યાસ શરૂ કર્યો છે અને આ અંગેના પુરાવાઓ એકત્ર કરી તપાસ સાથે સંકળાયેલાઓ પાસેથી આ મામલાની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું છે.

ખાટલાઓના વેપારની નિમ્નકક્ષાની પ્રવૃત્તિમાં ઝડપાયેલા સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલમાં દર્દીઓની ખોટી સંખ્યા બતાવી સરકાર પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવાના પ્રકરણમાં રંગેહાથ ઝડપાયેલા મેડિકલ માફિયાઓ સામે કાયદાનો સકંજાે કસાઈ રહ્યો છે. ત્યારે ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે ધીરજ હોસ્પિટલ ઉપરાંત પારુલ હોસ્પિટલ, પાયોનિયર સહિત અન્ય મોટી ખાનગી હોસ્પિટલોમાં પણ ફોરેન્સિક તપાસ થાય તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે એમ છે.

બીજી તરફ કલેકટર કચેરી ખાતે મળેલી લેન્ડ ગ્રેબિંગ અંગેની બેઠકમાં કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓએ નવા કાયદા મુજબ સુમનદીપ વિદ્યાપીઠે જમીન પચાવી પાડવાના મામલા અંગે પુનઃ તપાસ કરવાનો નિર્ણય કર્યો છે, જેના પગલે ભૂમાફિયા અને મેડિકલ માફિયા પિતા-પુત્રની જાેડી ચારેબાજુથી ઘેરાશે. સરકારી જમીન કે જેમાં અન્ય ગામોમાં જવાનો રસ્તો ઉપરાંત ગૌચર અને સ્મશાનની જમીન પચાવી પાડવા અંગે સુમનદીપના સ્થાપક અને ટ્રસ્ટી મનસુખ સામે વાઘોડિયા પોલીસ મથકે ગુનો ૨૦૧૭માં નોંધાયો હતો. ત્યાર બાદ મનસુખ અને પુત્ર દીક્ષિત ઉપરાંત પરિવારની મહિલાઓ સહિત નામજાેગ ફરિયાદ પણ નોંધાઈ હતી અને કલેકટર સમક્ષ પણ ફરિયાદ કરવામાં આવી હતી.

આ આ ફરિયાદો પૈકી ફોજદારી ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકથી ગ્રામ્ય એલસીબી અને ત્યાર બાદ એસીબીમાં ટ્રાન્સફર થઈ હતી.

આ અંગે મનસુખ એન્ડ કંપનીએ હાઈકોર્ટમાંથી રક્ષણ મેળવ્યું હતું, પરંતુ વડી અદાલતે હુકમમાં તપાસ તો ચાલુ જ રાખવાનું સ્પષ્ટ જણાવ્યું હોવા છતાં સ્ટેના નામે તપાસ પડતી મુકાઈ હતી, જે હવે પુનઃ શરૂ

થઈ છે. મહત્ત્વની વાત તો એ છે કે રેવન્યૂ વિભાગ, જિલ્લા પંચાયત અને જિલ્લા પોલીસતંત્રને ખિસ્સામાં રાખીને ફરતા હોવાની શેખીઓ મારતા પિતા-પુત્રની આ જાેડીએ જિલ્લા પંચાયતે સુમનદીપના કેમ્પસમાં બાંધકામ માટે અપાયેલી તમામ રજાચિઠ્ઠીઓ રદ કરી દીધી હોવા છતાં કોરોનાની સારવાર માટે જરૂરી હોવાનું બહાનું બતાવી ધીરજ હોસ્પિટલમાં આજે પણ કોઈપણ જાતની પરવાનગી વગર ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યું છે. તેમ છતાં કોઈ પણ તંત્ર એને અટકાવી શકતું નથી. જાે કે, હાલના સંજાેગોમાં મનસુખ અને દીક્ષિતની જાેડી કલેકટર, જિલ્લા પંચાયત અને પોલીસ વિભાગ એમ ત્રણેય દિશાઓથી કાર્યવાહી શરૂ થતાં બેબાકળા બન્યા છે. હવે જાેવાનું એ રહ્યું કે આવા મોટા કૌભાંડમાંથી એ કેવી રીતે બચી શકે છે.