આણંદ : કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર ધરાવતાં જાહેર અને ખાનગી સ્થળોએ વાઇરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ સંક્રમણ અટકાવવા જાહેરનામાંથી સૂચના બહાર પાડવામાં આવેલ છે. તે મુજબ આણંદ અને બોરસદ તાલુકાના લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તદ્દનુસાર આણંદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ ગ્રીન પાર્ક (કુલ-૧૦ મકાન) નો વિસ્તાર, કલરવ બંગ્લોઝ, રાજ મહેલ રોડ (કુલ-૧ મકાન)નો વિસ્તાર,કરમસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ રેવાબા પાર્ક (કુલ-૧ મકાન)નો વિસ્તાર,૧૩, વલ્લભ (કુલ-૧ મકાન)નો વિસ્તાર, બાકરોલ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ ૧૮/તીર્થ બંગ્લોઝ-૩, જીસેટ કોલેજ પાસે(કુલ-૧ મકાન)નો વિસ્તાર, ઓડ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વ્યાસ વાડો (કુલ-૧ મકાન)નો વિસ્તાર, વાસદ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ લક્ષ્મી નારાયણ ડુપ્લેક્ષ (કુલ-૧૦ મકાન)નો વિસ્તાર, હાડગુડ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ કુંભારવાડા સામે, જહાંગીરપુરા (કુલ-૧ મકાન)નો વિસ્તાર, બોરસદ તાલુકા અંતર્ગત આવતો નીચે મુજબનો વિસ્તારમાં નાપા તળપદ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ જલાલકુઇ, ચૌહાણ ફળીયુ, નાપાતળપદ (કુલ-૭) મકાનના વિસ્તારને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે.

આ તમામ વિસ્તારમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરવાનું રહેશે. તેમજ આ વિસ્તારને આવરી લેતાં મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ સવારના ૭ કલાકથી સાંજના ૭ કલાક સુધી જ ચાલંુ રાખી શકાશે. આ હુકમ તા.૨૫થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેર નામાનો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ આઈપીસીની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.