ભરૂચ-

ભરૂચમાં 9 દિવસ પહેલા કારમાં હથિયારો સાથે ઝડપાયેલ ખુંખાર ગુનેગાર રાહુલ ખંડેલવાલ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પેહલા માળે થી કૂદી ફરાર થઈ ગયો હતો. આરોપીને આખા જિલ્લામાં નાકાબંધી કરી નેશનલ હાઇવે ઉપરથી ઝડપી પડયો છે.રાહુલ ખંડેલવાલ સેવાશ્રમ રોડ પર કારમાં 1 પિસ્તોલ, 2 તમંચા અને 29 કારતૂસ સાથે ઝડપાયો હતો. સી ડિવિઝન પોલીસ મથકના લોકઅપ માં રાહુલે પોલીસને પેટમાં ગરબડ હોવાનું બહાનું કરી સાથે ટોયલેટમાં પાણી ન આવતું હોવાનું કહી મહિલા ટોયલેટમાં લઈ જવા વિનંતી કરી હતી. ટોયલેટમાંથી બહાર નીકળ્યા બાદ આરોપી પોલીસકર્મીઓને ધક્કો મારી ગેલેરીના રસ્તે દોડી પેહલા માળ થી કૂદી નાસી ગયો હતો.

આરોપી ફરાર થવા અને જિલ્લા બહાર નીકળવા નેશનલ હાઇવે ઉપર વાહનોની મદદ લઇ શકે છે તેવી શન્કાના આધારે નાકાબંધી કરવામાં આવતા ફરાર આરોપી શિવશક્તિ હોટલ નજીકથી ઝડપાઇ ગયો હતો. ભરૂચ પોલીસે સવારે બનેલા મામલાની સત્તાવાર જાહેરાત મોડી રાતે કરી તર્કવિતર્ક ઉભા કર્યા છે.