ન્યુ દિલ્હી, તા.૧૯ 

લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈન્ય સામસામે છે. સેના પાસે ૪૫ જરૂરી ઉપકરણોનો અભાવ છે. સૂચિમાં લુડાખ જેવા ઠંડા વિસ્તારોમાં રહેવા માટે વિવિધ પ્રકારના દારૂગોળો, ગરમ કપડાં અને પેરાશૂટ શામેલ છે. ગાલવાન ખીણમાં સેનાએ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન દ્વારા આ જરૂરી ચીજોની સપ્લાય સુનિશ્ચિત કરવા ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (ઓએફબી) ની માંગ કરી છે. ૨૦ આવશ્યક ચીજો યુધ્ધ સાથે સંબંધિત છે. જેમાંની પાંચ વસ્તુઓ દારૂગોળાની છે જે સેનાને ઓર્ડનન્સ ફેક્ટરીમાંથી મળે છે. તે તત્કાલ આયાત કરવી પડશે, પરંતુ હાલ સ્ટોક જરૂરી મર્યાદા મુજબ નથી..આ ૧૦ દિવસથી વધુ લડાઈ થાય તો દારૂગોળો પર્યાપ્ત નથી. અન્ય ૨૧ ચીજો અંગે સેનાનું કહેવું છે કે, લડાઇ ડ્રેસ, ઇસીસી કોટ એટલે કે ઠંડા પ્રદેશ માટે જરૂરી કોટ, પાંચો એટલે કે ધાબળા જેવા કપડાં અને હિમનદીઓ માટેના કેપ્સ, સપ્લાય-ડ્રોપિંગ સાધનો અને પેરાશૂટ શામેલ છે. ડીડીપીએ ત્રણ આર્ટિલરી બંદૂકોના સપ્લાયમાં ઘટાડો સૂચવ્યો છે. આવી ૧૬૭ બંદૂકો હજુ સુધી ઓએફબી સુધી પહોંચી નથી. ૧૯૬ માઇન પ્રોટેક્ટેડ વાહનો પૂરા પાડવામાં આવ્યા નથી.

લોકડાઉનને કારણે ઘણી ફેક્ટરીઓ બંધ

છેલ્લા ત્રણ મહિનાથી આ માલની સપ્લાય કરવામાં આવી નથી. લોકડાઉનનાં પ્રતિબંધોને કારણે ઘણી ફેક્ટરીઓ બંધ છે. ૯ જૂને, પત્ર મોકલ્યો છે. દેશની ૪૧ હથિયારો બનાવતી ફેક્ટરીઓના જનરલ મેનેજરોને મોકલવામાં આવ્યો છે. ઓએફબીએ દરેક ફેક્ટરીમાં સૂચિમાં આપેલ જરૂરી એસેસરીઝનું ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવવી જોઈએ, જેથી દેશનું સંરક્ષણ ઉત્પાદન અકબંધ રહે.

લશ્કરના સાધનો બનાવતા ઉદ્યોગને વેચી મારવાથી બચાવવા માટેની લડત

ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઇઝ ફેડરેશનના જનરલ સેક્રેટરી સી શ્રીકુમાર કહે છે કે હડતાલ અંગે મતદાન થયું હતું. સર્વેમાં, ૯૯.૯ ટકા કર્મચારીઓએ હડતાલને સમર્થન આપ્યું છે. લશ્કરના સાધનો બનાવતા સરકારી ઉદ્યોગને બચાવવા માટેની લડત છે. રાષ્ટ્રિય હિતની વિરુધ્ધ ફેક્ટરીઓ વેચી શકાય નહીં. મોદીએ તે નિર્ણય પરત ખેંચવો જોઈએ. ૮૦ હજાર કર્મચારીઓની એમ્પ્લોઇઝ ફેડરેશનનું કહેવું છે કે તેઓ અનિશ્ચિત હડતાલ મોકૂફ નહીં કરે. ફેડરેશન કેન્દ્ર સરકારના ઓએફબીના કોર્પોરેશનના નિર્ણયનો વિરોધ કરી રહ્યું છે. 

રાજનાથસિંહ તણાવની Âસ્થતિ વચ્ચે પણ ૨૨મીએ રશિયા જશે

લદ્દાખમાં એલએસી પર ચીન સાથે તણાવ સર્જાયા બાદ રાજનાથ સિંહ રશિયાની યાત્રા પર જવાના છે. જાકે તેઓ તેમની મોસ્કોની યાત્રા દરમિયાન ચીની નેતાઓ સામે મુલાકાત નહિ કરે. મળતી માહિતી મુજબ રક્ષા પ્રધાન રાજનાથ સિંહ આગામી ૨૨ જૂનના રોજ રશિયા જવા રવાના થશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ જર્મની પર વિજય પ્રાપ્ત કરવા માટેની ૭૫મીં વર્ષગાઠ આયોજિત કાર્યક્રમમાં શામેલ થવા જઈ રહ્યા છે. જ્યા તેઓ અન્ય દેશના નેતાઓ સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે, પોતાની રશિયા મુલાકાત દરમ્યાન રક્ષાપ્રધાન રાજનાથ સિંહ લદ્દાખ તણાવને અનુલક્ષીને ચીની નેતાઓ સામે મુલાકાત નહી કરે. જેથી મહત્વનું છે કે આંતરરાÂષ્ટÙય મંચ પર જ્યારે ચીની નેતાઓ સાથે મુલાકાત ન કરીને ભારત ચીનને ઘેરવાની કોશિશ કરી રÌšં છે. ૧૫જૂનના રોજ લદ્દાખની ગલવાન વેલી ખાતે થયેલ ભારત ચીન સેનાએ વચ્ચે અથડામણમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ વધી ગયો છે. ચીન સાથે સીમા વિવાદ વચ્ચે રક્ષા પ્રધાનની આ રશિયા મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવે છે.