વડોદરા : અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ, સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ અને રાજપૂત રેજિમેન્ટના કર્નલ, લેફ્ટેનન્ટ જનરલ સી. પી. મોહંતીએ ૧૧ અને ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ વડોદરા ખાતે આવેલા મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમની સાથે આર્મી વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના અધ્યક્ષ શ્રીમતી મામુન મોહંતી પણ જોડાયા હતા.  

આર્મીના કમાન્ડરે પોતાની આ બે દિવસની મુલાકાત દરમિયાન, કમાન્ડન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સ સ્કૂલ, ફોર્મેશન કમાન્ડર અને સ્ટેશન કમાન્ડર પાસેથી પરિચાલન કામગીરીઓની તૈયારીઓ અને તાલીમ સંબંધિત મહત્વપૂર્ણ પાસાંઓની વિગતવાર માહિતી મેળવી હતી તેમજ આર્મી દ્વારા ઉભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓ અને સુરક્ષાનું નિરીક્ષણ કરી કોવિડ-૧૯ સામે રાષ્ટ્રની લડાઇમાં આર્મિના નોંધપાત્ર યોગદાન આપવા માટે કરેલા પ્રયાસોની જાણકારી મેળવી હતી. તેમણે ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સ સ્કૂલ અને ફોર્મેશનના ટ્રેનિંગ નોડમાં તાલીમ સુવિધાઓના અપગ્રેડેશન બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુલાકાત દરમિયાન, રેસિડેન્ટ વેલફેર એસોસિએશને કોવિડ-૧૯ લૉકડાઉન દરમિયાન અને ૦૧ મેગા વોટ સોલર પાવર પ્લાન્ટ પરિયોજના કે જે વીજળીની બચત કરવા ઉપરાંત હરિત ક્રાંતિમાં નોંધપાત્ર પ્રમાણમાં યોગદાન પણ આપશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત પ્રવર્તમાન કોવિડ-૧૯ મહામારી દરમિયાન પરિવારોને મદદરૂપ થવા બદલ રેસી.વેલ્ફેર એસો.ની સહાયતાની તેમજ લૉકડાઉન દરમિયાન બાળકોએ તૈયાર કરેલા ૩ડી મોડલ અને પેઇન્ટિંગની પણ પ્રશંસા કરી હતી.