રાજકોટ, રાજકોટ શહેરની ભાગોળે પ્રદ્યુમ્નપાર્કની ટેકરીઓની ફરતે રાજાશાહી વખતનું આશરે ૧૦૦ વર્ષ પુરાણું રાંદરડા નયનરમ્ય તળાવ છે.આ તળાવ ૧૫૦થી વધુ પક્ષી પ્રજાતિનું ઘર છે, શિયાળા દરમિયાન અહીં ૫૦થી વધુ જુદી જુદી પ્રજાતિના પક્ષીઓ વિહરવા આવે છે. હાલ શિયાળાની ઋતુમાં જુદી જુદી પ્રજાતિના પક્ષીઓને નિહાળવા અને કલરવ સંભાળવા દૂર દૂરથી લોકો આવે છે. દર વર્ષે શિયાળામાં અને ચોમાસામાં જાતજાતના પક્ષીઓ અહીં આવે છે. શહેરમાંથી લોકો વહેલી સવારે અથવા મોડી સાંજે આ જાતજાતના પક્ષીઓને નિહાળવા અને પક્ષીઓને ખોરાક ખવડાવવા પણ આવે છે.તળાવમાં આ પ્રજાતિના પક્ષીઓની કલરવ ગૂંજે છે કોમન કૂટ (ગજપાવ) ટીટોડીના કુળનું છે,બ્લેક વિન્ગ્ડ સ્ટિલ્ટ (ભગદડું) નળસરોવરમાં જાેવા મળે છે,કોમન ટર્ન (વાબગલી) પક્ષી પણ લોકલ માઈગ્રેડ પક્ષી છે. નવરંગો નામનું પક્ષી છેક શ્રીલંકાથી ગીરમાં આવે છે