છોટાઉદેપુર, આજે ૮ માર્ચ વિશ્વ મહિલા દિવસે મહિલા શક્તિ સેનાનાં સંગઠન દ્વારા આશાવર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેર બહેનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી ગુજરાત રાજ્ય સરકારની શોષણ ભરી નીતિઓ સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો. આશાવર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો જ નહીં પરંતુ ગુજરાત ની તમામ શોષિત બહેનોને ડૉ બાબા સાહેબ આંબેડકરજી એ આપેલા બંધારણીય અધિકારો મુજબ વેતન ચૂકવવાં સહિત નિ માંગણીઓ માન્ય વડાપ્રધાન તેમજ માનનીય મુખ્યમંત્રી સુધી પહોંચાડવા જિલ્લા કલેકટર મારફત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આજે આખા વિશ્વમાં મહિલાઓનું એક દિવસ પૂરતું સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે વર્ષો થી બંધારણીય અધિકારો સમાન કામ સમાન વેતન અને લઘુત્તમ વેતન માટે ઝઝુમી રહેલી આશાવર્કર અને આશા ફેસીલેટર બહેનો આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્રિત થઇ ભારે સૂત્રોચાર કરી પોતાના બંધારણીય અધિકારો માટે બુલંદ અવાજ કર્યો હતો.ગુજરાત રાજ્ય સરકારના મહિલા સશક્તિકરણના પોકળ દાવાઓ વચ્ચે હજારો આશાવર્કર અને આશા ફેસિલિટેટર બહેનો પાસે મહેનત નાં બદલામાં નજીવું ઇન્સેન્ટિવ આપી ને મહિલાઓ નું આર્થિક અને માનસિક શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર એક તરફ મહિલાઓ ને આગળ લાવવા સમાનો કરે છે અને બીજી તરફ લાખો મહિલાઓ ને એમના બંધારણીય અધિકારો થી વંચિત રાખી આર્થિક નાકાં બંધી પણ કરે છે. ત્યારે આવી જે બેવડી નીતિઓના વિરોધમાં મહિલા શક્તિ સેના નાં પ્રમુખ ચંદ્રિકા સોલંકી એ જણાવ્યું કે ગુજરાત સરકાર નાં આરોગ્ય વિભાગ દ્વારા બાર પાડવામાં આવતી તમામ આરોગ્ય લક્ષી યોજનાઓ ઘરે-ઘરે પહોંચાડવાનું પાયાનું કામ જાે કોઈ કરતું હોય તો તે આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો છે. ગુજરાત ને પોલિયો મુકત કરવાનું ગૌરવ સમગ્ર દેશ મા આ બહેનો એજ અપાવ્યું છે.