અમદાવાદ-

સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ કહ્યું કે ૬૦-૭૦ ટકા સૌથી ઓછા પ્રભાવ પર પણ એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડ રસી કોરોના વાયરસની સામે કારગર છે. એસઆઇઆઇ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની સાથે રસીનું ઉત્પાદન અને વિતરણ માટે કામ કરી રહ્યા છે. નિવેદનમાં એસઆઇઆઇ એ કહ્યું કે ભલે સૌથી ઓછો પ્રભાવ ૬૦-૭૦ ટકા હોય પરંતુ આ વાયરસ સામે લડવા માટે પૂરતો છે. નિવેદનમાં કહ્યું કે ઉંમરના જુદા-જુદા પડાવોમાં ડોઝની અસર અલગ જ અસરકાર હોઇ શકે છે.

આપણે ધીરજ રાખવાની છે અને ડરવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂણે એસએલએલની મુલાકાતે જઇ રહ્યા છે તે પહેલાં જ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કંપનીનું આ નિવેદન એટલા માટે સામે આવ્યું કારણ કે બુધવારના રોજ એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું હતું કે તેમના ઉત્પાદનમાં ભૂલ જાેવા મળી હતી. તેના એક વેક્સીન કેન્ડિડેટને મળેલા ડોઝમાં ભૂલ જાેવા મળી હતી. યુકે અને બ્રાઝીલમાં ચાલી રહેલા ટ્રાયલ્સને લઇ સોમવારના રોજ કેટલાંક શરૂઆતના પરિણામો પ્રમાણે આપવામાં આવેલી માત્રાના આધાર પર રસીના પ્રભાવમાં ઘણો ફરક જાેવા મળ્યો હતો.

એક મહિના માટે આપવામાં આવેલી રસીના બે ફુલ ડોઝ ૬૨ ટકા અસરકારક હતા, જ્યારે પ્રતિભાગી જેમને પહેલા રાઉન્ડમાં રસીનો અડધો ડોઝ આપવામાં આવ્યો હતો અને તેમને એક મહિનો પૂરો થયા બાદ ડોઝ આપવામાં આવ્યો, તેમણે કોવિડ-૧૯ ડેવલપ થયાનો ચાન્સ ૯૦ ટકા ઓછો હતો. રસી સરેરાશ રીતે ૭૦ ટકા પ્રભાવી રહી. બ્રિટનમાં અંદાજે ૩૦૦૦ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો અને તેમને પહેલીવારમાં ઓછો ડોઝ આપવાનો નહોતો.