અમદાવાદ-

કોરોના ના લાંબા અંતરાયલ બાદ ગુજરાત સહિત અમદાવાદમાં આજથી મલ્ટિપ્લેક્સ શરૂ થઈ રહ્યાં છે. જો કે તમામ મલ્ટિપ્લેક્સ 50 ટકા કેપેસિટી સાથે શરૂ થશે અને મોટા ભાગના મલ્ટિપ્લેક્સ ગુજરાતી ફિલ્મો દર્શાવશે તેમ સૂત્રો એ જણાવ્યું હતું જોકે, બીજી તરફ કેટલાકે મુંબઈથી ડીસ્ટ્રીબ્યુટર દ્વારા આજે કઈ ફિલ્મ દર્શાવવી તે નક્કી થઈ જાય પછી નિર્ણય લેશે તેમ જણાવી રહ્યા છે. અમદાવાદમાં ડ્રાઈવ ઈન સિનેમા શુક્રવારથી શરૂ થઈ રહ્યું છે. તેમાં પણ 330 ગાડીઓને જ પ્રવેશ અપાશે. મોટા ભાગના મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો દર્શાવવાને લઈને અંતિમ તૈયારીઓ ચાલે છેજો કે દર્શકોનો રિસ્પોન્સ કેવો છે તેના આધારે જ બધુ નક્કી થશે. આજુ બાજુ એક સીટ છોડીને 50 ટકા કેપેસિટી સાથે આ પ્રવેશ અપાશે. સૌપ્રથમ ગુજરાતી ફિલ્મો દર્શાવાશે.ફિલ્મો જોવા આવનાર દરેક ને કોરોના ની ગાઈડલાઈન નું પાલન કરવા તંત્ર દ્વારા સ્પષ્ટ આદેશ અપાતા ચેકીંગ પણ થશે અને બેદરકારી દાખવનાર સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે.